પિરિયડ્સમાં મને સેક્સની બહુ ઇચ્છા થાય છે, પણ...

27 April, 2021 01:09 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મને જાણવું છે એ કે પિરિયડ દરમ્યાન સેક્સ કરવું કેટલું સેફ છે. ઍક્ચ્યુઅલી અમારી ફૅમિલીમાં આજે પણ પિરિયડ દરમ્યાનના જે જૂના નિયમો છે.

GMD Logo

મારી ઉંમર ૨૭ વર્ષની છે અને હું અત્યંત ચુસ્ત ધાર્મિક પરિવાર સાથે સંકળાયેલી છું. મારાં મૅરેજને અઢી વર્ષ થયાં છે, અમારે હજી બાળકો નથી. મને જાણવું છે એ કે પિરિયડ દરમ્યાન સેક્સ કરવું કેટલું સેફ છે. ઍક્ચ્યુઅલી અમારી ફૅમિલીમાં આજે પણ પિરિયડ દરમ્યાનના જે જૂના નિયમો છે. મને એ સમયે સેક્સની ખૂબ ઇચ્છા થાય છે, પણ ડર પણ લાગે છે કે એ અવસ્થામાં રિલેશનશિપ બાંધવાથી કોઈ અપશુકન થશે અને અમારી ફૅમિલી પર એની આડઅસર દેખાશે તો. મારી આ ઇચ્છા દબાવવા માટે શું કરવું જોઈએ? - બોરીવલીના રહેવાસી

મનમાંથી આવી જુનવાણી વાતો કાઢવી એ જ એનો ઇલાજ છે. ચુસ્ત ધાર્મિક પરિવારોમાં હજી પણ પિરિયડ્સ માટે નકારાત્મક વિચારો છે, પણ જો પુખ્ત વયની છોકરીને પિરિયડ્સ ન આવે તો ફૅમિલીઓને ખબર પડે કે કેવી તકલીફ જીવનમાં આવે. પિરિયડ્સ ખરાબ નથી, એ એક શારીરિક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા જ પુરવાર કરે છે કે તમારે ત્યાં જન્મેલી દીકરી સ્વસ્થ છે. તમે ઍટ લીસ્ટ એટલું નક્કી કરજો કે તમારે ત્યાં દીકરી આવે તો તેના મનમાં એ વાતો ઠસાવતાં નહીં અને એના જન્મથી આખી ફૅમિલીને નવી અને સાચી દિશામાં આગળ લઈ જજો.
પિરિયડ્સ દરમ્યાન સેક્સની ઇચ્છા થવી એ સ્વાભાવિક છે. એ સમયે શરીરમાં હૉર્મોન ચરમસીમા પર હોય છે જેને લીધે સેક્સની ઇચ્છા થાય છે, પણ એ સમયે કરવામાં આવતું સેક્સ હાઇજીનિક હોય એ આવશ્યક છે. કૉન્ડોમ સાથે તમે સેક્સ કરો તો ઉત્તમ, નહીં તો ફિઝિકલ રિલેશન બાંધ્યા પછી તરત પ્રાઇવેટ પાર્ટ બરાબર ક્લીન કરી લેવામાં આવે એ જરૂરી છે. પિરિયડ દરમ્યાન સેક્સ માણવામાં ક્ષોભ નહીં રાખો, પણ હા એ સમયે ઓરલ સેક્સ કે પછી ઓરલ સેક્સનાં અન્ય કોઈ આસન કરવા નહીં. મહદંશે એવું પણ જોવામાં આવ્યું છે કે પિરિયડ્સ દરમ્યાન કરવામાં આવેલા સેક્સથી બ્લીડિંગ-ફ્લો વધારે સરળ રીતે થાય છે અને પિરિયડ્સના પેઇનમાંથી પણ રિલીફ મળે છે.

Dr mukul Choksi sex and relationships columnists