ફિયાન્સ સાથે મુક્ત મને સેક્સની ચર્ચા કરું છું, પણ પછી સંકોચ થાય છે

02 August, 2022 12:57 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

શું આ પ્રકારે મારે વાત કરવી જોઈએ કે પછી સ્ત્રી તો લજ્જાનું સિમ્બૉલ છે એ જ રીતે રહેવું જોઈએ?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મારી ઉંમર ૩૧ વર્ષની છે. હું કૉર્પોરેટ કંપનીમાં જૉબ કરું છું. હું અને મારો ફિયાન્સે બન્ને સેક્સની બાબતમાં બહુ ફૉર્વર્ડ છીએ. તે મને કંઈ પૂછે તો હું તેના દરેક વાતના જવાબ આપું અને મારા મનમાં સેક્સ વિશે કે પછી બીજી કોઈ વાત માટે સવાલ હોય તો હું તેને પૂછું અને તે પણ મને સમજાવીને એના જવાબ આપે. સામાન્ય રીતે અમે આ બધી વાતો બહુ એક્સાઇટ હોઈએ ત્યારે જ કરીએ છીએ. કૉન્ડોમના ફ્લેવર્સ માટે પણ તે મને પૂછે અને તેને કયા આસનમાં વધારે મજા આવે છે એ હું પણ તેની પાસેથી જાણું. આ વાતોથી અમારી સેક્સ-ડ્રાઇવ અને પર્સનલ લાઇફ બહુ સ્ટ્રૉન્ગ બની છે એવું લાગે છે, પણ મને ઘણી વાર વિચાર આવે છે કે મારી આ બોલ્ડનેસને લીધે ક્યાંક મારી ઇમ્પ્રેશન ખરાબ કે ખોટી તો નહીં પડેને? શું આ પ્રકારે મારે વાત કરવી જોઈએ કે પછી સ્ત્રી તો લજ્જાનું સિમ્બૉલ છે એ જ રીતે રહેવું જોઈએ?
અંધેરી

સ્ત્રી લજ્જાનું પ્રતીક છે જ અને આવતા સમયમાં એ રહેશે જ, પણ એ લજ્જાની વાત સોસાયટીના દૃષ્ટિકોણથી કહેવાયેલી છે. બેડરૂમની બાબતમાં આ લજ્જાને લીધે આપણે ત્યાં કેટલીયે પેઢી પ્લેઝર માણી નથી શકી એ ભૂલવું ન જોઈએ. તમે અને તમારા ફિયાન્સે જે રીતે એકબીજા સાથે આ ટૉપિક પર કમ્યુનિકેશન કરો છો એ સરાહનીય છે. સ્ત્રી-પુરુષે એકબીજાને સેક્સ વિશે, પર્સનલ પાર્ટ્સ વિશે કે પછી મનગમતી પોઝિશન માટે મુક્ત મને ચર્ચા કરવી જ જોઈએ. એ ચર્ચા જ તેમની પર્સનલ લાઇફને વધારે સ્ટ્રૉન્ગ બનાવશે તો સાથોસાથ આ ચર્ચા જ પર્સનલ લાઇફમાં ટેમ્પટેશન પણ ઉમેરવાનું કામ કરશે.
સેક્સ વિશે વાત થાય એ મહત્ત્વનું છે તો એટલું જ મહત્ત્વનું એ છે કે એ વાત ક્યાં અને કોની સાથે થાય છે. ગેરવાજબી વ્યક્તિ સાથે આ ટૉપિક પર વાત કરવાથી ઊલટાની ખોટી માહિતી કે પછી એ માહિતીનો ખોટો ઉપયોગ થઈ શકે છે માટે તમારે સંકોચ રાખવાની જરૂર નથી. તમે તમારા ફિયાન્સેને જાણો છો, તેનો સ્વભાવ ઓળખો છો અને તમને તેના પર ટ્રસ્ટ છે એટલી જ વાત ઇમ્પોર્ટન્ટ છે. મુક્ત મનની ચર્ચા માત્ર સેક્સને જ નહીં, તમારા રિલેશનને પણ વધારે સ્ટ્રૉન્ગ બનાવશે.

columnists sex and relationships