મને એવું લાગે છે કે હું કદાચ હોમોસેક્સ્યુઅલ થઈ ગયો છું

18 April, 2022 07:19 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

વાઇફના આવ્યા પછી પણ અમે બહાર મળીએ છીએ, પણ હવે મને ઑપોઝિટ સેક્સમાં મજા નથી આવતી. મને જાણવું છે કે શું પહેલાં નૉર્મલ હોય એ વ્યક્તિ સમય જતાં હોમોસેક્સ્યુઅલ થાય ખરી?

પ્રતીકાત્મક તસવીર

મારાં મૅરેજને આઠ વર્ષ થયાં છે. બે બાળક છે. વાઇફની સેકન્ડ પ્રેગ્નન્સી સમયે કૉમ્પ્લિકેશન થતાં અમને ઇન્ટરકોર્સની છૂટ નહોતી. ડિલિવરી પછી તે ચારેક મહિના પિયર ગયેલી એટલે તેની ગેરહાજરીમાં હું મૅસ્ટરબેટ કરતો, પણ એક વાર ઑફિસમાં એક ફ્રેન્ડ સાથે ઇન્ટિમસી થઈ. શરૂમાં મને અજુગતું લાગ્યું, પણ તેણે ઓરલ સેક્સથી એક્સાઇટમેન્ટ ખૂબ વધ્યું. એ પછી તો અમે રેગ્યુલરલી મળતા રહ્યાં. ખાલી ઘરમાં બે પુરુષ મળે તો કોઈને શંકા જતી નથી. છ-સાત મહિનામાં જ મને રીતસર મારા એ ફ્રૅન્ડ પાસે ઓરલ સેક્સનું ઍડિક્શન થઈ ગયું છે. વાઇફના આવ્યા પછી પણ અમે બહાર મળીએ છીએ, પણ હવે મને ઑપોઝિટ સેક્સમાં મજા નથી આવતી. મને જાણવું છે કે શું પહેલાં નૉર્મલ હોય એ વ્યક્તિ સમય જતાં હોમોસેક્સ્યુઅલ થાય ખરી?
અંધેરી

એક પ્રચલિત કહેવત છે ‘આ બૈલ મુઝે માર’. એ તમને બરાબર બંધબેસતી છે. લાઇફમાં તમને ક્યારેય મેલ માટે અટ્રેક્શન જાગ્યું નહીં અને એ પછી વાઇફની ગેરહાજરીમાં જસ્ટ પ્લૅઝર ખાતર મોજમજા ખાતર બાંધેલા સંબંધોને લીધે હવે તમારો સેક્સ્યુઅલ પ્રેફરન્સ બદલાઈ ગયો. તમે જ કહો, આવું કેવી રીતે માની શકાય? સૌથી પહેલાં સમજવું પડશે કે સેક્સ્યુઅલ પ્રેફરન્સ એ ઇચ્છાઓની જ વાત નથી, એમાં આંતરિક પરિબળો પણ એટલી જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ક્યારેય હોમોસેક્સ્યુઅલિટી અચાનક ડેવલપ ન થાય. ઘણા યંગસ્ટર્સ નવો પ્રયોગ કરવાના બહાને સેક્સલાઇફમાં ચેડાં કરે અને એને લીધે લાઇકિંગ ચેન્જ થાય, પણ એવું માનવું ગેરવાજબી છે કે તે હોમોસેક્સ્યુઅલ છે.  
મૅરેજ લાઇફનાં વર્ષો દરમ્યાન ક્યારેય તમને સેક્સલાઇફ માટે અસંતોષ કે કોઈ અભાવ હતો? જો એવું હોત તો તમે બબ્બે બચ્ચાંઓ સુધી આગળ જ ન વધ્યા હોત. કહેવાનો અર્થ એવો નહોતો. થોડા સમય માટે વૅક્યુમ ઊભું થયું એટલે તમને એવું લાગવા માડ્યું કે તમારો સેક્સ પ્રેફરન્સ બદલાયો છે. ના, એવું નથી. તમારો બાયસેક્સ્યુઅલ પ્રેફરન્સ હોઈ શકે અને એ પણ ટાઇમપાસ. તમારે વાઇફ સાથે એકાંતમાં મૅક્સિમમ રહેવાની જરૂર છે. એ એકાંત જ તમને ફરી નજીક લાવશે અને તમે નૉર્મલ સેક્સલાઇફ તરફ વાળી દેશે.

sex and relationships columnists