સેક્સ કરવાનું વિચારું અને શરીર સાથ ન આપે, કેમ એવું?

28 December, 2022 09:08 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

કામેચ્છા હોવા છતાં શરીર સાથ નથી આપતું એ નપુંસકતા તરફની નિશાની તો નથીને? ક્યારેક તો સાંજ પડ્યે ખૂબ જ થાક, શરીરમાં કળતર અને બેચેની રહ્યા કરે છે. શું નપુંસકતા આગળ વધતી રોકવાનો કોઈ વિકલ્પ ખરો? 

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારી ઉંમર ૪૭ વર્ષ છે. ડિવૉર્સ પછી અત્યારે સેક્સલાઇફમાં એકલો છું. બીજી વારનાં લગ્ન થયાં છે અને હમણાં-હમણાંથી ઇરેક્શન આવવામાં સમસ્યા થાય છે. દિવસ દરમ્યાન કોઈ સારી અને સેક્સી કહેવાય એવી છોકરીને જોઉં તોય આપમેળે ઉત્તેજના આવી જાય છે, પણ જે રાતે હું સમાગમ કરીશ એવું નક્કી કરીને સૂવા જાઉં ત્યારે ઇરેક્શન આવતાં ખૂબ વાર લાગે છે. ખૂબ પ્રયત્ન પછી આવે તોયે યોનિપ્રવેશ થઈ શકે એટલી સ્ટ્રેન્ગ્થ નથી હોતી. કામેચ્છા હોવા છતાં શરીર સાથ નથી આપતું એ નપુંસકતા તરફની નિશાની તો નથીને? ક્યારેક તો સાંજ પડ્યે ખૂબ જ થાક, શરીરમાં કળતર અને બેચેની રહ્યા કરે છે. શું નપુંસકતા આગળ વધતી રોકવાનો કોઈ વિકલ્પ ખરો? 
મલાડ

અમુક સંજોગોમાં ઇરેક્શન આવે અને બીજા સંજોગોમાં ન આવે એ દર્શાવે છે કે સમસ્યા શરીરમાં નહીં, મનમાં ક્યાંક છે. ઘણી વાર એવું પણ બને કે તમારું મગજ સેક્સ્યુઅલ ઍક્ટમાં ઇન્વૉલ્વ થવા ઇચ્છતું હોય, પણ એ વખતે આખા દિવસના થાકને કારણે શરીર એટલું થાકેલું હોય કે જોઈએ એટલો સાથ ન મળે. જેમ-જેમ પ્રૌઢાવસ્થા નજીક આવતી જાય એમ-એમ શરીરમાં હૉર્મોન્સના ઉછાળમાં ઓટ આવતી જાય છે. જો તમે પહેલાંની સેક્સ્યુઅલ ઍક્ટિવિટી સાથે વર્તમાનને સરખાવ્યા કરતા હો તો એનાથી નાહકની ચિંતાઓ જ પેદા થાય છે. તમે નક્કી કરીને સેક્સ્યુઅલ ઍક્ટિવિટી કરવાનો પ્રયત્ન કરવાને બદલે સહજતાથી કામેચ્છાને અનુસરો. પરાણે પ્રીત નથી થતી, એમ પરાણે સેક્સ પર્ફોર્મન્સ કરવાની જિદ પણ ખોટી છે. બીજું, જ્યારે પણ તમને રાતના સમયે ઉત્તેજના આવવામાં મુશ્કેલી નડે ત્યારે પ્રયત્ન કરવાને બદલે નિરાંતની ઊંઘ ખેંચી લો અને બીજા દિવસે વહેલી સવારે સમાગમનો પ્રયત્ન કરો. સવારે પુરુષ-હૉર્મોન ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ પણ વધારે હોય છે અને શરીર-મન પણ ઊંઘ લઈને ફ્રેશ થઈ ચૂક્યા હોય છે. ઉત્તેજના ઓછી લાગતી હોય તો દેશી વાયેગ્રા પણ ભૂખ્યા પેટે સમાગમના એક કલાક પહેલાં લઈ શકાય. જોકે એ પહેલાં તમે ઉપરોક્ત વિકલ્પો અપનાવશો તો કદાચ દવા વિના પણ પરિણામ મળી શકે છે.

columnists sex and relationships