મૅસ્ટરબેશનનું મન નથી થતું, છોકરીઓ એક્સાઇટ નથી કરતી

15 August, 2022 11:56 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

છેલ્લા કેટલાક મહિનાથી મારી લાઇફ સાવ જ ખાલી થઈ ગઈ છે. મૅસ્ટરબેશન કરવાનું મન ભાગ્યે જ થાય છે. સુંદર છોકરીને જોઉં તોય એક્સાઇટમેન્ટ નથી થતું. નાઇટફૉલ થઈ જાય છે. પેનિસ સંકોચાઈ ગઈ છે. કોઈ કામમાં મારું મન નથી લાગતું.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

હું ૩૧ વર્ષનો છું. ટીનેજના સમયથી મને મૅસ્ટરબેશનની આદત હતી. ક્યારેક તો દિવસમાં બેથી ત્રણ વાર કરતો. કૉલેજમાં ગર્લફ્રેન્ડ સાથે પણ મેં ફિઝિકલ સંબંધો માણ્યા છે. જોકે ઝઘડા અને મતભેદો પછી લગભગ બેથી ત્રણ વર્ષ હું સિંગલ રહ્યો. ફરી એક છોકરી મારા જીવનમાં આવી. આ અફેર લગભગ ચારેક વર્ષ ચાલ્યું. આ સમય દરમ્યાન સેક્સ માટે હું જબરદસ્ત એક્સાઇટ હતો. અમે મહિનામાં પાંચથી સાત વાર અચૂક મળતાં. તેની કલ્પના કરીને પણ મૅસ્ટરબેશન કરી લેતો. જોકે સોશ્યલ કારણોસર મૅરેજ થઈ ન શક્યાં. છેલ્લા કેટલાક મહિનાથી મારી લાઇફ સાવ જ ખાલી થઈ ગઈ છે. મૅસ્ટરબેશન કરવાનું મન ભાગ્યે જ થાય છે. સુંદર છોકરીને જોઉં તોય એક્સાઇટમેન્ટ નથી થતું. નાઇટફૉલ થઈ જાય છે. પેનિસ સંકોચાઈ ગઈ છે. કોઈ કામમાં મારું મન નથી લાગતું. 
બોરીવલી

. પ્રેમમાં પછડાટ મળવાને કારણે અત્યારે તમે માનસિક અસ્વસ્થતા અનુભવી રહ્યા છો. એ જ કારણે તમને સેક્સલાઇફમાંથી રસ ઘટી ગયો હોવાનું ફીલ થાય છે. જીવનમાં જે શૂન્યાવકાશ પ્રસરી ગયો છે એનાં પરિણામો તમને અંગત લાઇફમાં વર્તાઈ રહ્યાં છે. જે સંબંધમાં તમે આખી જિંદગી સાથે રહેવાનાં સપનાં જોયાં હોય એ અચાનક તૂટે કે છૂટે ત્યારે મનમાં શૂન્યાવકાશની લાગણી જન્મે એ સ્વાભાવિક છે. તમને એક અંગત સલાહ છે કે તમે વહેલી તક કોઈ સારા સાઇકોલૉજિસ્ટની મદદ લો. 

તમારા સવાલમાં જ આમ તો તમારો જવાબ છે. તમને નાઇટફૉલ થાય છે એ બતાવે છે કે હૉર્મોન-સિસ્ટમ વ્યવસ્થિત ચાલી રહી છે. જો તમારું ડિપ્રેશન દૂર થશે તો સેક્સલાઇફ પહેલાં જેવી જ થઈ જશે એ નક્કી છે. પેનિસ નાની કે સંકોચાઈ ગયેલી લાગે છે એ માત્ર ને માત્ર તમારો ભ્રમ છે. અત્યારે કદાચ ઉત્તેજના ઓછી આવતી હોય એને લીધે તમને એવું લાગતું હોય. જોકે કહ્યું એમ આ તમારી શારીરિક સમસ્યા નથી, માનસિક અસ્વસ્થતાનું પરિણામ છે. માત્ર આઘાતમાંથી બહાર આવશો તો સેક્સલાઇફ એકદમ નૉર્મલ લાગશે. 

ફરી એક વાર કહીશ કે વહેલી તકે સાઇકોલૉજિસ્ટને મળો એ તમારા હિતમાં છે.

sex and relationships columnists