છેલ્લા બે મહિનાથી એકાએક જ ઉત્થાનમાં પ્રૉબ્લેમ શરૂ થયો છે

22 March, 2023 04:49 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મને ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશર નથી. એક દોસ્તે દેશી વાયેગ્રા આપી છે, પણ લેવી કે નહીં?

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મારી ઉંમર ૫૯ વર્ષ છે. અત્યાર સુધી સેક્સલાઇફ સંતોષજનક હતી, પણ બે મહિનાથી ઉત્થાનમાં ગરબડ છે. સ્પર્શથી ઇન્દ્રિયમાં ઉત્તેજના આવે છે, પણ એ એટલી નથી હોતી જેનાથી યોનિપ્રવેશ થઈ શકે. ફ્રીક્વન્સી પણ પહેલાં કરતાં ઘટી ગઈ છે અને ખરું કહું તો જોઈએ એટલો આનંદ નથી મળતો. પહેલાં તો સમાગમ ન કરું તો તરત જ મૅસ્ટરબેશન કરવાની જરૂર પડતી, પણ હમણાં તો એ ઇચ્છા પણ નથી થતી. મૅસ્ટરબેશન કર્યું એ વખતે ઉત્તેજના બરાબર હતી, સમાગમનો પ્રયત્ન કરું ત્યારે જોઈએ એવી સ્ટ્રેન્થ નથી ફીલ થતી. મને ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશર નથી. એક દોસ્તે દેશી વાયેગ્રા આપી છે, પણ લેવી કે નહીં? ઘાટકોપર

અચાનક જ ઉત્થાનમાં તકલીફ થવા માંડે તો એનું કારણ શોધવું જરૂરી છે. મૅસ્ટરબેશન વખતે વાંધો ન આવ્યો અને સમાગમ દરમ્યાન તકલીફ યથાવત્ છે જેના પરથી કહેવું જ રહ્યું કે સમસ્યા મહદંશે માનસિક હોવાની શક્યતા વધારે છે, જેનો જવાબ તમે જ સારી રીતે આપી શકો. તમને છેલ્લા બે મહિનાથી માનસિક કોઈ ચિંતા સતાવે છે કે નહીં એ જુઓ અને સાથોસાથ એ પણ જુઓ કે તમને બીજું કોઈ સ્ટ્રેસ છે કે નહીં. કોઈ વ્યક્તિ ક્યારેય ચિંતિત અવસ્થામાં ઉત્તેજિત નથી થઈ શકતી. એકાદ વાર ઉત્થાનમાં થયેલી તકલીફને કારણે તમારા મનમાં ફિકર પેસી ગઈ હશે કે હવે બરાબર ઇન્દ્રિય ઉત્તેજિત થશે કે નહીં? જો કોઈ ચિંતાને કારણે આમ થતું હોય તો તમે તમારા ફૅમિલી ડૉક્ટરની સલાહ લઈને ઍન્ટિ-ઍન્ગ્ઝાયટીની ગોળી લઈ શકો છો, પણ એના માટે તમારે ફૅમિલી ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.

આ પણ વાંચો: સેક્સની બે સાઇકલ વચ્ચે નૉર્મલ કેટલા સમયનું અંતર રાખવું જોઈએ?

જો એમ છતાં ઉત્થાનમાં તકલીફ હોય તો દેશી વાયેગ્રાનો સપોર્ટ લઈ શકાય. સમાગમના એક કલાક પહેલાં એ ગોળી લેવામાં આવે તો એ આવેલી ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો કરી શકે છે અને સમાગમ પાછો રાબેતા મુજબ થઈ જાય એની પૂરેપૂરી શક્યતા રહે છે. દેશી વાયેગ્રા પણ તમારા ફૅમિલી ડૉક્ટરની સલાહ લઈને જ લેવી જોઈએ અને એ ૨૪ કલાકમાં ફક્ત એક જ વાર લેવી જોઈએ. વાયેગ્રાથી આવેલી ઉત્તેજનામાં ચોક્કસ વધારો થશે, પણ હું ફરીથી કહીશ કે બે મહિનાથી જ આવું શું કામ થઈ રહ્યું છે એ શોધવું પણ એટલું જ જરૂરી છે. 

columnists life and style sex and relationships