પતિ ફોનમાં નિર્વસ્ત્ર મૉડલના ફોટો જોયા કરે છે, જે મને નથી ગમતું

28 December, 2021 09:06 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મારાં મૅરેજને સાત વર્ષ થયાં છે. અમારી પર્સનલ લાઇફ સારી છે, પણ મને મારા હસબન્ડથી એક ફરિયાદ છે.

પ્રતીકાત્મક તસવીર

મારાં મૅરેજને સાત વર્ષ થયાં છે. અમારી પર્સનલ લાઇફ સારી છે, પણ મને મારા હસબન્ડથી એક ફરિયાદ છે. મૅરેજ પછી પણ તેને બીજી સરસ દેખાતી અને ખાસ તો ભરાવદાર શરીરવાળી બ્યુટીફુલ છોકરીઓમાં રસ વધુ પડે છે. તેને મારા કરતાં વધારે સેક્સની ઇચ્છા થતી હોય છે જે મેં નોટિસ કર્યું છે. તેની ઇચ્છાને માન આપીને જ મને મન હોય કે ન હોય, પણ તેને મન છે એટલે હું તેને પૂરતો સાથ આપું, એમ છતાં તેનું બીજી છોકરીઓના ફોટો જોઈને કે પછી દૂરથી જોઈને જ એ લાળ પાડે છે. તે મોબાઇલમાં નૅકેડ મૉડલના ફોટો પણ ચોરીછૂપીથી જોતા હોય છે એ મને હર્ટ કરે છે. તેને રોકવા શું કરવું?
વિલે પાર્લેના રહેવાસી

કદાચ તમને થોડું વિચિત્ર લાગી શકે અને તમારા હસબન્ડનો પક્ષ લેવાતો હોય એવું પણ લાગી શકે, પણ મોટા ભાગના પુરુષોની આ ટેન્ડન્સી છે. ઑપોઝિટ ઍટ્રેકશન ક્યારેય બેચલર-લાઇફમાં જ થાય એવું નથી હોતું. એ તો જીવનના દરેક તબક્કે હોઈ શકે છે, પણ તમારી આખી કબૂલાતમાં જો સૌથી સારી વાત કોઈ હોય તો એ કે તમારા હસબન્ડ માત્ર એવી સ્ત્રીઓના ફોટોગ્રાફ જોઈને આનંદ માણી લે છે, ભાન નથી ભૂલતા. બીજું, જો તેના મનમાં પાપ હોત તો એ પોતાનો મોબાઇલ છુપાવીને ફરતા હોત પણ એવું નથી, જે તમારી વાતો પરથી ખબર પડે છે. એક વાત યાદ રાખજો, માણસ કશું છુપાવે નહીં એનાથી ઉત્તમ કશું નથી. આવું ન જોવાય એવું કહીને તમે છણકા કરવાનું શરૂ કરશો તો તે તમારી સામે જોવાનું બંધ કરી ફોનના ચોરખાનામાં સ્ટોર કરશે ને ચોરીછૂપી એ મજા લેવાનું નહીં છોડે.
બીજી સ્ત્રીનાં વખાણથી તમને ઇર્ષા થાય કે પછી તમારી લાગણીઓ હર્ટ થાય એ સ્વાભાવિક છે, પણ દુનિયાના ૯૦ ટકા પુરુષો વાઇફ સિવાયની સ્ત્રીની સુંદરતાને દૂરથી માણતા હોય જ છે. પુરુષસહજ સ્વભાવ છે કે તેની પાસે જે હોય એનાથી વિપરીત જિજ્ઞાસા તેનામાં ભારોભાર વધે. તમે દુબળા-પાતળા હશો એટલે તે માંસલ દેહવાળી કન્યાના ફોટો જોઈને મન ખુશ કરે છે અને એ દેખાડે છે કે તમારા પતિના મનમાં કોઈ પાપ નથી, એટલે આ વાતને ઇશ્યુ બનાવવાની જરૂર નથી.

life and style sex and relationships