હસબન્ડને સેક્સમાં રસ નથી ને મને એના જ વિચાર આવે છે

16 November, 2021 12:34 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મનમાં સેક્સના વિચારો ચાલતા રહે એમાં કશું નવું નથી

પ્રતીકાત્મક તસવીર

અમારાં લવમૅરેજને અઢી વર્ષ થયાં છે અને હસબન્ડ મારાથી પંદર વર્ષ મોટા છે. છેલ્લા દોઢેક વર્ષથી અમારી રિલેશનશિપ હું પરાણે ખેંચું છું. અમારી વચ્ચે કોઈ પ્રકારની સેક્સલાઇફ રહી નથી. મહિને માંડ એકાદ વાર અને એ પણ હું તેમને આડકતરી રીતે પ્રેશર કરું ત્યારે રિલેશન બંધાય. બાકી તેમને કોઈ એવી જરૂર હોતી નથી, પણ મારી ડિમાન્ડ હોય છે જે પૂરી ન થવાને લીધે હું મનમાં ને મનમાં હેરાન થઉં છું. એને લીધે આખો દિવસ મારા મનમાં સેક્સના જ વિચારો ચાલ્યા કરે છે. ટ્રાવેલ કરતી વખતે કોઈ હૅન્ડસમ છોકરો દેખાય તો મને તેના પ્રાઇવેટ પાર્ટના વિચારો આવવા માંડે. ઑફિસમાં પણ મનમાં એવી જ પરિસ્થિતિ હોય. એને લીધે ઘણી વાર હું બધા સામે વગર કારણે ઇરિટેટ પણ થઈ જઉં છું. આવી સિચુએશનમાં મારે શું કરવું જોઈએ. પ્લીઝ ગાઇડન્સ આપો.

બોરીવલીનાં રહેવાસી

 

તમારા મનની વાત કહેવાની ઉતાવળમાં તમે તમારી અને તમારા હસબન્ડની એજ કહી નથી એટલે અનુમાન બાંધવું પડે એમ છે અને અનુમાનના આધારે કહું તો જો તમારા હસબન્ડની ઉંમર ૪પથી વધારે હોય તો તેમને સેક્સ પ્રત્યે રુચિ ઓછી થવા માંડે એવું બની શકે, જે એક સ્વાભાવિક પ્રક્રિયા છે. 

મનમાં સેક્સના વિચારો ચાલતા રહે એમાં કશું નવું નથી. ઉંમરનો તફાવત અને મૅરેજ લાઇફની ઉંમર આ બન્ને વાત તમારી સેક્સલાઇફને ડિસ્ટર્બ કરે છે. મનમાં ચાલતા વિચારોને ઓછા કરવા માટે તમારી પાસે બે ઑપ્શન છે. એક તો તમે તમારા હસબન્ડ સાથે ખુલ્લા મને વાત કરો. ફોરપ્લે જેવી સામાન્ય લાગતી બાબતો પણ તમને સૅટિસ્ફૅક્શન આપી શકે છે. જો તે જાણતા ન હોય તો તમે ફોરપ્લેથી તેમને સિડ્યુઝ કરીને તેમનો મૂડ બનાવી શકો છો. સેકન્ડ ઑપ્શન તરીકે તમે મૅસ્ટરબેટ પણ કરી શકો. એની સૌથી સારી વાત એ છે કે એ ઇન્ટરકોર્સ વિના પણ પ્લેઝરનો પૂરતો આનંદ આપે છે. અત્યારના તબક્કે તમારા મનમાં સેક્સ માટેનો જે ઉદ્વેગ છે એ ઓછો થાય એ જરૂરી છે એટલે એના પર જ ફોકસ કરો એ હિતાવહ છે.

columnists sex and relationships