૩ વર્ષની મૅરિડ-લાઇફ પછી વીકમાં કેટલી વાર સેક્સ કરાય?

14 December, 2021 02:51 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ત્રણ વર્ષની મૅરેજ લાઇફ બાદ વીકમાં કેટલી વખત સેક્સ માણે તો નૉર્મલ કહેવાય? શું મને વધારે સેક્સની ઇચ્છા થતી હોય તો એ ખરાબ કહેવાય ખરું?

પ્રતીકાત્મક તસવીર

મારાં મૅરેજને ત્રણ વર્ષ થયાં છે. લૉકડાઉન પછી અમારા બન્ને વચ્ચે ડિફરન્સિસ વધવા માંડ્યા છે અને એ પણ સેક્સલાઇફના કારણે. તે દરેક સેક્સ-સાઇકલને કાઉન્ટમાં ગણે છે. એને એવું છે કે નૉર્મલ કપલ વીકમાં મીનિમમ પાંચેક વાર સેક્સ માણે, પણ મને એવી કોઈ જરૂરિયાત નથી લાગતી. હું માનું છું કે સેક્સ ત્યારે માણવું જોઈએ જ્યારે એની ઇચ્છા થતી હોય. આ બાબતમાં મેં તેની સાથે વાત કરી તો એ બધી વાતો તેને બોલ્ડ લાગે છે, જેને લીધે હવે તે મારા પર શંકા કરવા સુધી પહોંચી ગયા છે. ત્રણ વર્ષની મૅરેજ લાઇફ બાદ વીકમાં કેટલી વખત સેક્સ માણે તો નૉર્મલ કહેવાય? શું મને વધારે સેક્સની ઇચ્છા થતી હોય તો એ ખરાબ કહેવાય ખરું?
બોરીવલીના રહેવાસી

ના, જરા પણ નહીં. તમારા બીજા પ્રશ્નનો આ જવાબ છે એટલે પહેલાં તો મનમાંથી શંકા કાઢી નાખો કે એ ખરાબ કહેવાય. સેક્સને તમે શરીરની ભૂખ સાથે સરખાવો તો દરેકની ભૂખ જુદી-જુદી હોય છે. કોઈનું પેટ બે રોટલીમાં ભરાઈ જાય તો કોઈનું ચાર રોટલીમાં. 
હવે તમારા પહેલાં પ્રશ્નનો જવાબ આપું. વીકમાં કેટલી વાર સેક્સ માણવું એની માટે કોઈ બૅરોમીટર નથી હોતું અને એના કોઈ સર્વે પણ નથી હોતા. સમય, સંજોગ, સ્વાસ્થ્ય અને માનસિકતા પર એ નિર્ધારિત છે. સાથે રહેવાની તક ઓછામાં ઓછી મળતી હોય તો એ કપલ વચ્ચેનો રોમૅન્સ ત્રણ વર્ષ પછી પણ એટલો જ ફ્રેશ હોય જાણે કે હજી હમણાં જ બન્ને મળ્યાં. એવું જ સેક્સ માટે હોય છે એટલે બને કે કોઈ કપલ વીકમાં બે વાર સેક્સ કરતાં હોય અને કોઈ કપલ દિવસમાં બે વખત સેક્સ માણતાં હોય પણ હા, બન્નેની ઇચ્છા અને મરજી બહુ જરૂરી છે. સેક્સને ગુજરાતીમાં સમાગમ કહે છે. સંધિ છૂટી પાડો તો સમજાશે કે સરખા આવેગ સાથે જે સંબંધ બંધાય એ સમાગમ.
તમે તમારી જરૂરિયાત વિશે સ્પષ્ટતા સાથે વાત કરો, એમાં બોલ્ડનેસ લાગતી હોય તો પણ એ તમારી જરૂરિયાત છે માટે વાત કરવાનું રાખો અને સાથોસાથ મૅસ્ટરબેશનનું પણ વિચારો. એ પણ તમને પૂરતો આનંદ આપશે.

columnists sex and relationships