સોના બાથથી સ્પર્મ પર કેવી અસર પડે?

13 June, 2022 10:37 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મેં હમણાં મારા એક ફ્રેન્ડ પાસેથી સાંભળ્યું કે સોના બાથ અને હૉટ-ટબ બાથને કારણે પણ સ્પર્મ-કાઉન્ટ ઘટે છે. શું એ સાચું છે અને જો એ સાચું હોય તો સોના બાથ સંપૂર્ણ બંધ કરી દઉં તો શું સ્પર્મ-કાઉન્ટ ફરીથી આપોઆપ વધે ખરા?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મારી એજ ૩૧ વર્ષ છે. મૅરેજને ત્રણ વર્ષ થયાં છે. વાઇફના પિરિયડ્સ રેગ્યુલર કરવા માટે અમે દવા શરૂ કરી છે. જોકે મારા સ્પર્મ-કાઉન્ટની ક્વૉન્ટિટી અને ક્વૉલિટી બન્ને બૉર્ડરલાઇન પર છે. વાઇફના પિરિયડ્સ નૉર્મલ થયા પછી પણ જો તેની પ્રેગ્નન્સી ન રહે તો મારે પણ દવા લેવી પડશે, પણ મને એમ થાય છે કે ત્યાં સુધી રાહ જોવાને બદલે અત્યારથી દવા લેવાની શરૂ કરીએ તો જલદી અસર થાય? બીજું, હું ઘણાં વર્ષોથી દર મહિને ફ્રેન્ડ્સની સાથે સોના બાથ લેવા જાઉં છું અને મસાજ કરાવી હૉટ-ટબ બાથ લઉં છું. મેં હમણાં મારા એક ફ્રેન્ડ પાસેથી સાંભળ્યું કે સોના બાથ અને હૉટ-ટબ બાથને કારણે પણ સ્પર્મ-કાઉન્ટ ઘટે છે. શું એ સાચું છે અને જો એ સાચું હોય તો સોના બાથ સંપૂર્ણ બંધ કરી દઉં તો શું સ્પર્મ-કાઉન્ટ ફરીથી આપોઆપ વધે ખરા?
ઘાટકોપર

જો તમારા મેડિકલ રિપોર્ટ પ્રમાણે સ્પર્મ-કાઉન્ટ બૉર્ડરલાઇન પર હોય, પણ જરૂર કરતાં ઓછા ન હોય તો તમારે એના માટે અત્યારથી દવા લેવાની કોઈ જરૂર નથી. 
તમે જે સાંભળ્યું છે એ અમુક અંશે સાચું છે. સ્પર્મને ઠંડું વાતાવરણ વધુ માફક આવે છે. સોના બાથ કે પછી હૉટ-ટબ બાથને કારણે ટેસ્ટિકલ્સ ડાયરેક્ટ ગરમીના સંપર્કમાં આવે છે. રોજ ગરમાગરમ પાણીથી નહાવાની આદત હોય તો પણ એની આડઅસર શુક્રાણુના કાઉન્ટ અને સ્પીડ પર પડી શકે તો લાંબો સમય હૉટ-ટબમાં બેસવાથી કે પછી સોના બાથ લેવાથી પણ એના કાઉન્ટ પર વિપરીત અસર પડી શકે. તમે સોના બાથ અને હૉટ-ટબ બાથ બંધ કરશો તો મોટો નહીં, પણ થોડો ફરક જરૂર પડી શકે છે અને લાંબા ગાળે કાઉન્ટ અને શુક્રાણુની સ્પીડ બન્નેમાં હકારાત્મક અસર પણ જોવા મળી શકે છે.
આ ઉપરાંત તમે ટેસ્ટિકલ્સને ઠંડક આપવાનું શરૂ કરો. ટાઇટ જીન્સ કે ટાઇટ અન્ડરવેઅર ન પહેરો. કૉટનની અન્ડરવેઅર જ પહેરો અને દિવસમાં બે વાર સવાર-સાંજ નહાવાનું રાખો, જેથી એને ઠંડક પહોંચે. નહાતી વખતે ટમ્બલરમાં ચિલ્ડ એટલે કે બરફવાળું પાણી લઈ ટેસ્ટિકલ્સને એમાં બોળી રાખો. નિયમિત આ પ્રયોગ કરવાથી જરૂર ફરક પડશે. તીખું, તળેલું, અથાણાં, મરચાં, ગરમ તેજાના, મેંદાની આઇટમ્સ અને જન્ક ફાસ્ટ ફૂડ ખાવાનું પણ ઓછું કરો.

sex and relationships columnists