ગર્લફ્રેન્ડ પ્રેગ્નન્ટ થઈ, પણ વાઇફ પ્રેગ્નન્ટ નથી થતી

20 June, 2022 12:43 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મને કદી ઉત્તેજનામાં વાંધો નથી આવ્યો. પાર્ટનરને પૂરેપૂરું સૅટિસ્ફૅક્શન મળે છે, પણ ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા છે. સીમૅનની ક્વૉન્ટિટી સારી છે, પણ સ્પર્મ નથી. જો હું પુરુષમાં ન હોત તો ગર્લફ્રેન્ડ પણ પ્રેગ્નન્ટ ન થવી જોઈએને?

પ્રતીકાત્મક તસવીર

મારાં મૅરેજને બે વર્ષ થયાં છે. મૅરેજ પહેલાં બે ગર્લફ્રેન્ડ સાથે ઘનિષ્ઠ રિલેશન હતા. તે બન્ને સાથે મને ક્યારેય સેક્સલાઇફમાં પ્રૉબ્લેમ નથી આવ્યો અને એક વાર તો એક ગર્લફ્રેન્ડનું અબૉર્શન કરાવવું પડ્યું હતું. જોકે મૅરેજ પછી બાળક માટે ટ્રાય કરી તો એમાં સક્સેસ નથી મળતી. ડૉક્ટરે બન્નેના રિપોર્ટ્સ કઢાવ્યા. વાઇફના રિપોર્ટ્સ તો નૉર્મલ આવ્યા છે, પણ મારા સીમૅનમાં સ્પર્મ જ નથી એવું આવ્યું. કાઉન્ટ થોડાક ઓછા હોય એ વાત સમજાય; પણ હું હજી યંગ છું, એકત્રીસ વર્ષની જ મારી એજ છે ત્યારે ઝીરો સ્પર્મકાઉન્ટ આવી શકે? જો એવું હોય તો અગાઉ જે ગર્લફ્રેન્ડ પ્રેગ્નન્ટ બની એ કેવી રીતે શક્ય બને? ઝીરો સ્પર્મનો અર્થ એવો થાય કે હું પુરુષમાં નથી? મને કદી ઉત્તેજનામાં વાંધો નથી આવ્યો. પાર્ટનરને પૂરેપૂરું સૅટિસ્ફૅક્શન મળે છે, પણ ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા છે. સીમૅનની ક્વૉન્ટિટી સારી છે, પણ સ્પર્મ નથી. જો હું પુરુષમાં ન હોત તો ગર્લફ્રેન્ડ પણ પ્રેગ્નન્ટ ન થવી જોઈએને?
ગોરેગામ

સીમૅનમાં સ્પર્મ હોવા કે ન હોવાને પુરુષમાં હોવા ન હોવા સાથે કોઈ લેવાદેવા નથી. સ્પર્મ ન હોવાથી તમે પિતા નહીં બની શકો, પણ તમે પુરુષમાં નથી એવું ધારી લેવું ઠીક નથી. સાયન્ટિફિકલી સમજો તો સીમૅનમાં સ્પર્મનો ભાગ માત્ર એક ટકા જેટલો જ હોય છે. જ્યારે સીમૅનમાં સ્પર્મ ઝીરો હોય ત્યારે બે શક્યતાઓ રહે છે. એક એ કે ટેસ્ટિકલ્સમાં સ્પર્મ બને છે, પણ ઇજેક્યુલેશન વખતે પેનિસમાંથી બહાર આવતી નળીમાં બ્લૉકેજને કારણે એ બહાર આવતા ન હોય. ઘણા પુરુષોમાં આ ટ્યુબની ખામીને કારણે સ્પર્મ બનતા હોવા છતાં સીમૅનમાં એ જોવા મળતા નથી. તમારા કહેવા મુજબ તમારી ગર્લફ્રેન્ડ પ્રેગ્નન્ટ થઈ હતી એટલે આ ચાન્સિસ વધારે છે. એવા સંજોગોમાં આ ટ્યુબનું બ્લૉકેજ દૂર કરી શકાય અને જો બ્લૉકેજ દૂર ન થાય એમ હોય તો ડાયરેક્ટ ટેસ્ટિકલ્સમાંથી સ્પર્મ લઈને ટેસ્ટટ્યુબ બેબીની પ્રક્રિયા થકી બાળક મેળવી શકાય, પણ જો ટેસ્ટિકલ્સમાં પણ સ્પર્મ ન બનતા હોય તો તમારા પપ્પા બનવાના ચાન્સિસ નથી રહેતા. જોકે તમારા કેસમાં પહેલી શક્યતા વધારે છે એટલે તમે સારવાર માટે મેલ ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટને મળો એ હિતાવહ છે.

sex and relationships columnists