જેને હું પ્રેમ કરું છું તેણે તો મને ફ્રેન્ડ ઝોન કરી દીધો છે

16 April, 2021 02:34 PM IST  |  Mumbai | Sejal Patel

મનમાં જ પ્રેમના ફૂલ ખીલવશો તો તમારી લાગણી તેના સુધી પહોંચશે જ નહીં

પ્રતીકાત્મક તસવીર

સવાલઃ  હું સોશ્યલ મીડિયા માર્કેટિંગમાં બીએમએમ કરી રહ્યો છું. મારી જ કૉલેજમાં ભણતી અને મારી જ ગલીમાં રહેતી છોકરી સાથે પ્રેમમાં છું. વાત એમ છે કે છઠ્ઠામાં ભણતા હતા ત્યારથી અમારી બન્નેની મમ્મીઓ ફ્રેન્ડ્સ બની ગઈ હોવાથી સારું હળવામળવાનું થતું આવ્યું છે. સ્કૂલ પણ સેમ અને જુનિયર કૉલેજ પર સેમ હતી. અમે બન્નેએ ભલે વિષય જુદો પસંદ કર્યો છે, પણ કૉલેજ એક જ છે એટલે હજીયે એટલો જ સાથ છે. વચ્ચે લૉકડાઉનમાં પર અમે લોકોએ ખૂબ સાથે સમય સ્પેન્ડ કર્યો હતો. અમારી વચ્ચે ખૂબ ઓપન દોસ્તી છે. મને તે બહુ જ ગમે છે, પણ સમસ્યા એ છે કે તેણે મને ફ્રેન્ડ ઝોન કરી દીધો છે. ક્યારેક તો મસ્તીે કરવા માટે  બીજા હૅન્ડસમ છોકરાને જોઈને કહેતી પણ હોય કે આવા જીજાજી ચાલશે? તેને હું પ્રપોઝ કરીશ તો કદાચ અમારી ફ્રેન્ડશિપ પણ તૂટી જશે એવો ડર લાગે છે. નહીં પ્રપોઝ કરું તો મનની મનમાં જ રહી જશે. હજી અમે વીસ વર્ષનાં છીએ એટલે અમે લગ્નની વાત કરીશું તો પેરન્ટ્સ કહેશે કે હજી ઉંમર નથી. શું કરું?

 

પ્રેમનું એવું છે કે એ બન્ને પક્ષે એકસાથે જ થાય એવું જરૂરી નથી. તમારી વચ્ચે ઘણી સારી દોસ્તી અને ઓપનનેસ છે ત્યારે તમે જે ભયસ્થાન બતાવો છો એ સ્વાભાવિક પણ જણાય છે. જોકે મને એવું લાગે છે કે આ જ ઓપનનેસ અને ફ્રેન્ડશિપને કારણે તમારે તમારા મનની વાત કહેવામાં સંકોચ ન રાખવો જોઈએ. મનમાં જ પ્રેમના ફૂલ ખીલવશો તો તમારી લાગણી તેના સુધી પહોંચશે જ નહીં. કદાચ, એવું પણ બને કે એને કારણે તમે ખરેખર ગાડી ચૂકી પણ જાઓ. આઇ લવ યુ કહેવાનો ડર તમને એટલા માટે છે કેમ કે તમને તેની ના આવશે તો શું એનો ડર છે. કદાચ દોસ્તી પણ નહીં રહે તો? જોકે તેનો જવાબ હામાં જ હોવો જોઈએ એવી આશા ન રાખો. જો ફ્રેન્ડશિપ હોય તો તેની ફીલિંગ્સને પણ તમારે માન આપવું જ જોઈએ. પ્રેમ ત્યારે જ સાચો કહેવાય જ્યારે તમે પોતે શું ફીલ કરો છો એના કરતાં સામેવાળી વ્યક્તિ જે ફીલ કરી રહી છે તેને રિસ્પેક્ટ કરો. ના સાંભળવાનો ડર કાઢીને પછી ખુલ્લા દિલે વાત કરો.

columnists sejal patel