ફિયાન્સી પ્રેગ્નન્ટ ન થઈ, મારામાં કોઈ પ્રૉબ્લેમ હશે?

22 November, 2021 04:24 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સાચું કહું તો હવે પહેલાં કરતાં સ્પર્મની ક્વૉન્ટિટી પણ ઘટી છે એટલે ચિંતા થાય છે. શું એક્સાઇટમેન્ટ અને પર્ફોર્મન્સ પછી પણ ફર્ટિલિટી પર અસર પડે ખરી?

ફિયાન્સી પ્રેગ્નન્ટ ન થઈ, મારામાં કોઈ પ્રૉબ્લેમ હશે?

મારી એજ ૩૫ વર્ષ છે. જાન્યુઆરીમાં મૅરેજ છે. સિંગલ હોવા છતાં સેક્સની બાબતમાં હું ઘણો ઍક્ટિવ છું એટલે મને ક્યારેય પર્ફોર્મન્સની ચિંતા થઈ નથી. અગાઉ ત્રણ-ચાર ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશિપ બંધાઈ હતી અને એ બધીને પૂરેપૂરું સૅટિસ્ફૅક્શન આપી શક્યો છું. હંમેશાં કૉન્ડોમનો ઉપયોગ કર્યો છે. હમણાં મારા મૅરેજ જેની સાથે થવાના છે તેની સાથે પણ ત્રણેક વાર પ્રૉપર રિલેશન બાંધ્યાં, પણ મેં એ રિલેશનમાં કૉન્ડોમ વાપર્યું નહીં હોવા છતાં તેને પ્રેગ્નન્સી નથી રહી. મને ચિંતા એ જ વાતની છે કે આવું કેમ બન્યું, શું મારામાં કંઈક ખામી છે? શું હું હવે ફાધર તો બની શકીશને? મારી ફિયાન્સી મારાથી એજમાં ૭ વર્ષ નાની છે એટલે તે ફિટ હશે એવું હું સરળતાથી ધારી લઉં છું, પણ મને મારી ફર્ટિલિટી પર ડાઉટ આવવા માંડ્યો છે. સાચું કહું તો હવે પહેલાં કરતાં સ્પર્મની ક્વૉન્ટિટી પણ ઘટી છે એટલે ચિંતા થાય છે. શું એક્સાઇટમેન્ટ અને પર્ફોર્મન્સ પછી પણ ફર્ટિલિટી પર અસર પડે ખરી?
મલાડના રહેવાસી

સૌથી પહેલી વાત તો એ કે એક્સાઇટમેન્ટ અને પર્ફોર્મન્સ ૭૦ વર્ષે પણ ઓછાં ન થાય એવું બની શકે, પણ એનો અર્થ એવો નથી કે એ પછી ફર્ટિલિટી અકબંધ રહે. ઉંમર વધવાને કારણે સ્પર્મની ક્વૉન્ટિટીમાં ચેન્જ આવે એ સમજી શકાય, પણ ૩પ વર્ષે ફર્ટિલિટીમાં ઘટાડો થઈ જાય એવું ઓછું બને છે, પણ જો વધુ ઍન્ગ્ઝાયટી રાખશો કે રહેશે તો એની વિપરીત અસર પડી શકે છે માટે બને એટલા રિલેક્સ રહો. 
આ ડાઉટ કાઢવો હોય તો સ્પર્મ ટેસ્ટિંગ કરાવી લો, પણ એ માટે ત્રણ-ચાર દિવસ મૅસ્ટરબેશનથી લઈને સેક્સથી દૂર રહેજો. જે-તે લૅબોરેટરીમાં જઈને ત્યાં સૅમ્પલ લેવું એ જ બેસ્ટ છે. ધારો કે એમ ન ફાવે કે એવી ફેસિલિટી ન હોય તો લીધેલું સૅમ્પલ વધુમાં વધુ અડધા કલાકમાં લૅબોરેટરીમાં પહોંચાડી દેવું. જોકે અંગત ઍડ્વાઇઝ એ પણ છે કે આ ધારણાને બાંધી ન લો અને મૅરેજ થવા દો. મૅરેજ પછીના શરૂઆતના થોડા મહિનામાં પ્રેગ્નન્સી ન રહે તો રિપોર્ટ કઢાવો; પણ હા, બીજી પણ એક ઍડ્વાઇઝ, હવે ફૅમિલી પ્લાનિંગમાં મોડું કરતા નહીં.

sex and relationships columnists