ઇમિજિયેટ ડિસ્ચાર્જના ડરને લીધે મૅરેજ પહેલાં જ બીક લાગવા માંડી છે

23 May, 2022 07:26 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

તમને એક ખાસ વાત કહેવાની કે કેટલાક માટે મૅસ્ટરબેશન વધુ એક્સાઇટિંગ પુરવાર થતું હોય છે અને એનું સાયન્ટિફિક રીઝન પણ છે

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૪ વર્ષની છે અને મારાં મૅરેજ હવે થવાનાં છે. હું ૨૧ વરસનો થયો ત્યાં સુધી કોઈની સાથે ઇન્ટિમસી તો ઠીક, મૅસ્ટરબેટ પણ નહોતું કર્યું. એને કારણે નાઇટફૉલ પુષ્કળ થતો હતો. ફ્રેન્ડ પાસેથી મૅસ્ટરબેશન શીખ્યા બાદ આદત પડી ગઈ. પછી તો સ્વપ્નદોષ ભાગ્યે જ થતો. જોકે મૅસ્ટરબેશન સાથે હું ઉત્તેજક ક્લિપ્સ કે ફિલ્મ જોવાના રવાડે ચડ્યો. એનાથી હવે મને ખૂબ જ ઝડપથી સ્પર્મ-ડિસ્ચાર્જ થઈ જાય છે. વીકમાં ત્રણથી ચાર વાર હું મૅસ્ટરબેશન કરું છું. શું એનાથી જલદી એક્સાઇમેન્ટ લેવલ આવી જતું હશે? ફિયાન્સે સાથે હું ફોરપ્લે કરું છું ત્યારે ઇમિજિયેટ સ્પર્મ-ડિસ્ચાર્જનું ટેન્શન રહેતું હોવાથી આગળ વધતો નથી. હાલમાં વાંધો નથી, પણ લગ્ન પછી શું થશે? સેક્સમાંથી વહેલું રિટાયરમેન્ટ આવી જવાની ચિંતા થાય છે. શું એવું બને?
અંધેરી

તમને એક ખાસ વાત કહેવાની કે કેટલાક માટે મૅસ્ટરબેશન વધુ એક્સાઇટિંગ પુરવાર થતું હોય છે અને એનું સાયન્ટિફિક રીઝન પણ છે. મૅસ્ટરબેશનની આખી પ્રક્રિયા તમારી હથેળીમાં થતી હોય છે ત્યારે સાથે કલ્પનાનો ઉપયોગ પણ થતો હોય છે અને હંમેશાં એવું કહેવાયું છે કે રિયલિટી કરતાં પણ ફૅન્ટસી વધારે એક્સાઇટમેન્ટવાળી પુરવાર થતી હોય છે. સેક્સની બાબતમાં તો આ વાત વધારે લાગુ પડે છે. રિયલિટી કરતાં પણ ફૅન્ટસી વધારે કલરફુલ હોય છે અને પરિણામે એક્સાઇટમેન્ટમાં થોડું વધુ જોશ આવી જાય છે માટે જસ્ટ ગો સ્લો. 
અત્યારથી સેક્સ માટે ચિંતા કરશો તો એ ચિંતામાં વધારો જ થશે. એને બદલે તમે એક એક્સરસાઇઝ શરૂ કરો. યુરિન જતી વખતે પેટના મસલ્સને જે રીતનું સંકોચન કરીએ એ રીતે સંકોચવા અને રિલૅક્સ કરવા. આમ દિવસમાં બે વાર ત્રણથી ચાર મિનિટ માટે પ્રૅક્ટિસ કરવી. 
બીજું, યુરિન વખતે એક જ ધારમાં યુરિન કરવાને બદલે વચ્ચે-વચ્ચે એક-બે વખત અટકીને યુરિન ડિસ્ચાર્જ કરવું. આમ કરવાથી તમારું બ્રેઇન પણ ઇમિજિયેટ ડિસ્ચાર્જ રોકવા માટે ઑટોમૅટિક કેળવાઈ જશે. બ્રેઇનને ખબર નથી હોતી કે તમે યુરિનને બહાર લાવો છો કે પછી સ્પર્મને, જેને લીધે ડિસ્ચાર્જ સમયે પણ ધીમે-ધીમે આપમેળે તમે કન્ટ્રોલ કરવાનો શરૂ કરી દેશો અને કહ્યું એમ એ પણ ઑટોમૅટિક.

life and style sex and relationships