વાઇફનો જરા અમસ્તો ટચ પણ મને ઓવર એક્સાઇટ કરી દે છે

01 August, 2022 11:24 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મેં એક આયુર્વેદિક ગોળી લેવાનું શરૂ કર્યું છે, જે સેક્સ-પાવર વધારે છે. એ દવા બંધ કરું તો ફરીથી એ જ પ્રૉબ્લેમ ચાલુ થઈ જાય છે. સેક્સ-ડ્રાઇવ લાંબી કરવા શું કરવું જોઈએ?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મારી ઉંમર ૨૯ વર્ષ છે. મારા મૅરેજને ચાર મહિના થયા છે. પ્યુબર્ટીમાં મને મૅસ્ટરબેશનની ખૂબ આદત હતી, પણ બે-ત્રણ વર્ષમાં જ મેં એ આદત પર કન્ટ્રોલ કરી લીધો હતો. મૅરેજ પહેલાંનાં પાંચેક વર્ષ દરમ્યાન તો મેં બે કે ત્રણ વાર જ મૅસ્ટરબેશન કર્યું હશે. જોકે એ પછી મને અર્લી ઇજેક્યુલેશનનો પ્રૉબ્લેમ શરૂ થયો. મને એમ કે મૅરેજ પછી વાંધો નહીં આવે, પણ મૅરેજ પછી અર્લી ઇજેક્યુલેશનનો પ્રૉબ્લેમ વધ્યો છે. હવે વાઇફ પેનિસને ટચ કરે કે પછી હું તેના બ્રેસ્ટને ટચ કરું તો તરત જ એક્સાઇટ થઈ જવાય છે. એક-બે મિનિટમાં જ ડિસ્ચાર્જ થઈ જાય છે. હવે તો અર્લી ઇજેક્યુલેશનનો જ ડર રહ્યા કરે છે. મને બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ કે બીજી કોઈ બીમારી નથી. મેં એક આયુર્વેદિક ગોળી લેવાનું શરૂ કર્યું છે, જે સેક્સ-પાવર વધારે છે. એ દવા બંધ કરું તો ફરીથી એ જ પ્રૉબ્લેમ ચાલુ થઈ જાય છે. સેક્સ-ડ્રાઇવ લાંબી કરવા શું કરવું જોઈએ?
કાંદિવલી
તમારી સમસ્યા વિશે વાત કરતાં પહેલાં તમે જે સેક્સ-પાવર દવાની વાત કરો છો એની વાત કરીએ. જો એ દવાનું કમ્પોઝિશન તમને ખબર ન હોય તો એ ન લેવી એ તમારા હિતમાં છે, કારણ કે સેક્સ-પાવર વધારવા માટે અપાતી આયુર્વેદની કેટલીક દવામાં અફીણનો ઉપયોગ થાય છે જે લાંબા ગાળે આદત બની શકે છે. કોઈ પણ મેડિસિન જો ઑથેન્ટિક ન હોય તો એ ન લેવી જ બહેતર છે. 
અર્લી ઇજેક્યુલેશનનો તમારો જે પ્રૉબ્લેમ છે એનું કારણ છે ઓવર-સેન્સિટિવિટી. સામાન્ય રીતે શરીરના જે ભાગને ખૂબ જ પ્રોટેક્ટેડ રાખવામાં આવે એ ભાગ સ્પર્શ પ્રત્યે વધુ સેન્સિટિવ થઈ જાય. તમારી પેનિસ ત્વચા ટચ પ્રત્યે અતિ સંવેદનશીલ થઈ ગઈ છે. એ માટે તમે રોજ નાહતા પહેલાં એક વાર કોપરેલ કે તલનું તેલ સહેજ ગરમ કરીને એનાથી પાંચથી સાત મિનિટ સુધી હળવા હાથે પેનિસ પર મસાજ કરી શકો છો. ઓવર-સેન્સિટિવિટી કન્ટ્રોલમાં લાવવામાં એ ઉપયોગી બનશે. માર્કેટમાં ઓવર-સેન્સેટિવિટી માટે ઓઇનમેન્ટ પણ મળે છે, જે તમે તમારા ફૅમિલી ડૉક્ટરની ઍડ્વાઇઝ લઈને વાપરી શકો છો. તમને જેટલી મૂંઝવણ છે એટલો તમારો પ્રશ્ન સિરિયસ નથી એ તમે યાદ રાખજો. એટલે તમે ઍન્ગ્ઝાયટી ઓછી કરો અને પ્લેઝર પર ફોકસ કરો.

sex and relationships columnists