૭૨ વર્ષે પણ સેક્સનું મન થયા કરે, પણ વાઇફ સપોર્ટ નથી કરતી

12 January, 2022 10:32 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

હસ્તમૈથુન ન કરું તો વિચારવાયુ થઈ જાય છે અને મનમાં સાચા-ખોટા કંઈ પણ વિચાર‍ ચાલ્યા કરે છે એ પણ ખરાબ જ કહેવાય. મારે આ કામુકતા ઘટાડવી હોય તો શું કરવું? 

પ્રતીકાત્મક તસવીર

મારી પત્નીને હવે સેક્સમાં રસ નથી રહ્યો, પણ મને ૭૨ વર્ષે પણ બહુ મન થાય છે. પત્ની કમને ક્યારેક સાથ આપે છે, બાકી એ એક જ વાત કરે કે આ ઉંમરે હવે આવું બધું શોભે નહીં, એટલે હું મને મન થાય ત્યારે હસ્તમૈથુન કરી લઉં છું. મારી સમસ્યા એ છે કે હમણાં મને બહુ મન થતું હોવાથી હસ્તમૈથુન વધી ગયું છે, પણ સેક્સની ઇચ્છા હસ્તમૈથુનથી કેમ પૂરી થાય. હા, પત્ની હસ્તમૈથુન કરી આપે તો ફરક પડે છે. ચરમસીમા પછીય વીર્ય માંડ ચાર ટીપાં જેટલું જ નીકળે છે. હસ્તમૈથુનના રવાડે ચડીને મેં વધુપડતું વીર્ય વહાવી દીધું હોવાથી શરીરમાં નબળાઈ પણ બહુ લાગે છે. હસ્તમૈથુન ન કરું તો વિચારવાયુ થઈ જાય છે અને મનમાં સાચા-ખોટા કંઈ પણ વિચાર‍ ચાલ્યા કરે છે એ પણ ખરાબ જ કહેવાય. મારે આ કામુકતા ઘટાડવી હોય તો શું કરવું? 
કાંદિવલીના રહેવાસી

વ્યક્તિ કોઈ પણ ઉંમરે સેક્સનો આનંદ મેળવી શકે છે. તમે આ ઉંમરે પણ જાતીય સંતોષ મેળવવા માગો છો, મેળવી શકો છો એમાં કંઈ ખોટું નથી. હા, પાછલી ઉંમરે પત્ની ઓછી ઇચ્છાને કારણે કે પછી શારીરિક કારણસર તમને સાથ ન આપતી હોય તો એમાં એ પણ કંઈ ખોટું કરે છે એવું નથી. હસ્તમૈથુનનો તમે આશરો લીધો છે એમાં કશું ખોટું નથી. બાકી આ ઉંમરે શરીરમાં સેક્સ-હૉર્મોન્સમાં કમી આવતી હોય, જેને કારણે જુવાનીમાં જે ઉત્તેજના આવતી હતી એની ફ્રિક્વન્સીમાં તેમ જ ઇન્ટેન્સિટીમાં થોડો ફરક આવી શકે છે. 
ઉંમરની સાથે વીર્યની ક્વૉન્ટિટી અને ક્વૉલિટીમાં પણ ફરક પડે છે. આ ઉંમરે વીર્યની માત્રા અને એ બનવાની ગતિ ધીમી પડી ગઈ હોય એવું બની શકે છે. જો તમે દરરોજ કે એકાંતરે હસ્તમૈથુન કરતા હો તો બની શકે કે વચ્ચે અમુક દિવસ તમને વીર્યસ્રાવ ન થાય. આ ઉંમરે ચાર-પાંચ દિવસ કે અઠવાડિયા સુધી વીર્ય ન નીકળે એ શારીરિક રીતે તદ્દન નૉર્મલ છે. સેક્સની ઇચ્છાપૂર્તિ ન થાય એવા સમયે વિચારવાયુની તકલીફ ઊભી થતી હોય અને સેક્સને લઈને ખોટા કે પછી ગેરવાજબી વિચારો મનમાં આવતા હોય તો તમારે આધ્યાત્મ‌િકતાના શરણે જવું જોઈએ અને મેડિટેશન કે પ્રાણાયામ પર ફોકસ વધારવું જોઈએ.

sex and relationships columnists