બિયર સાથે વાયેગ્રા લઉં છું તોય અસર નથી થતી

29 June, 2022 05:39 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મારી ઉંમર ૪૫ વર્ષ છે. પત્ની અને છોકરાઓ રાજકોટ રહે છે એટલે સંતોષ માટે કૉલગર્લ પાસે જતો રહું છું

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

મારી ઉંમર ૪૫ વર્ષ છે. પત્ની અને છોકરાઓ રાજકોટ રહે છે એટલે સંતોષ માટે કૉલગર્લ પાસે જતો રહું છું. નિયમ રાખ્યો છે કે શક્ય હોય ત્યાં સુધી જાણીતી એવી બે જ છોકરીઓ સાથે સંબંધ રાખવાનો. ભાગ્યે જ બીજી કોઈ પાસે ગયો હોઈશ. પત્નીને તો બે-ત્રણ મહિને મળવાનું થાય ત્યારે ઉત્તેજનામાં ખાસ કોઈ વાંધો નથી આવતો. બાકી કૉલગર્લ પાસે જાઉં ત્યારે થોડોક બિયર પીઉં છું. બે-ચાર ગ્લાસ બિયર પેટમાં જાય એ પછી જ મને ઉત્તેજના આવે છે. લગભગ દસ વર્ષથી આમ કરું છું, પણ હમણાંથી મને બિયર પીધા પછીયે યોનિપ્રવેશ થાય એટલી ઉત્તેજના નથી આવતી. હવે હું દેશી વાયેગ્રા લેવા માંડ્યો છું. મારી સમસ્યા એ છે કે વાયેગ્રા લીધા પછી પણ ઉત્તેજનામાં જોઈએ એટલી અસર નથી થતી.
વસઈ

સૌથી પહેલાં તો કોઈ પણ પ્રકારની દવા લેતા હો ત્યારે આલ્કોહૉલનું સેવન કરેલું ન હોવું જરૂરી છે. એ દવાની અસરકારકતા પર તો અસર કરે જ છે તો કેટલાક સંજોગોમાં દવાના ડ્રગ્સનું આલ્કોહૉલ સાથેનું સંયોજન શરીર માટે જીવલેણ બની શકે છે. એટલે તમારે એક વાત સમજવી જોઈએ કે જો વાયેગ્રા લેવી હોય તો આલ્કોહૉલયુક્ત પીણાનું સેવન ન કરવું જોઈએ.તમે બિયર પીતા હશો એટલે એની સાથે કંઈક ને કંઈક બાઇટિંગ્સ પણ લેતા હશો. વાયેગ્રામાં જે સૌથી મહત્ત્વનું ડ્રગ છે એની અસરકારકતા ડ્રગ ભૂખ્યા પેટે અને સમાગમના એક કલાક પહેલાં વધારે સારી રીતે અસર કરે છે અને એની લોહીમાં ભળવાની પ્રક્રિયા સારી રીતે થાય છે. જો તમે તમારી પાર્ટનરને મળ્યા પછી આ દવા લેતા હો અને બિયર-નાસ્તો લીધા પછી લેતા હો તો યોગ્ય અસર ન થાય એવું બની શકે છે. 
તમને ઉત્તજેનામાં શું કામ તકલીફ શરૂ થઈ છે એનું યોગ્ય નિદાન કરાવવું જરૂરી છે. તમને બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ કે બ્લડ-શુગરની તકલીફ છે? જો હોય તો એની તરત જ સારવાર શરૂ કરવી જોઈએ. ઘણી વાર ઇન્દ્રિયમાં ઉત્થાનની તકલીફ એ કોઈ લાઇફસ્ટાઇલ ડિસીઝનું એક લક્ષણ પણ હોય છે. માત્ર વાયેગ્રા લઈને ટેમ્પરરી સૉલ્યુશન જરૂર મળી જાય, પણ શરીરની અન્ય કોઈ તકલીફ હોય તો એ તરફ પણ યોગ્ય ધ્યાન આપવું અને નિદાન મુજબ ઇલાજ કરવો.

life and style