સ્ખલન વહેલું થઈ જાય છે, એને અટકાવવા શું કરવું?

22 September, 2021 03:42 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સ્પ્રે વાપરીને સંબંધ લંબાવવાનો મારા એક ખાસ ફ્રેન્ડનો અનુભવ છે, તેનું તો કહેવું છે કે એનાથી ઘણો લાંબો સમય ચાલે અને ક્યારેક તો થાકી જવાય ત્યાં સુધી સ્ખલન નથી થતું.

પ્રતીકાત્મક તસવીર

લગ્નને બાવીસ વર્ષ થયાં છે અને હજીયે અમે એટલો જ ચાર્મ અનુભવીએ છીએ. અમને બન્નેને સેક્સમાં વિવિધ પ્રયોગો કરવા પણ ખૂબ ગમે છે, પણ હમણાંથી અમને લાગે છે કે અમને વિવિધ પોઝિશન્સની ટ્રાય કરવાનો સમય નથી મળતો. દસેક મિનિટમાં જ મારું સ્ખલન થઈ જાય છે. મારા ભાઈબંધોને આવી તકલીફ માટે કોઈ દવા લે છે તો કોઈ સ્પ્રે અને કોઈ જેલી વાપરે છે. અમારા માટે આ ત્રણમાંથી કયો વિકલ્પ ઉત્તમ રહેશે? સ્પ્રે વાપરીને સંબંધ લંબાવવાનો મારા એક ખાસ ફ્રેન્ડનો અનુભવ છે, તેનું તો કહેવું છે કે એનાથી ઘણો લાંબો સમય ચાલે અને ક્યારેક તો થાકી જવાય ત્યાં સુધી સ્ખલન નથી થતું. શું એ પ્રયોગ હું કરું તો મારો ટાઇમિંગ સુધરે? અલબત્ત, એનો પ્રયોગ કરવાથી પછી મને હંમેશ માટે એની જરૂર પડે અને આદત પડી જાય એવું તો નહીં થાયને? 
દહિસરના રહેવાસી

તમારો પ્રશ્ન વાંચ્યા અને સમજ્યા પછી મારો મત એવો છે કે તમારે એકેય વિકલ્પ અપનાવવાની જરૂર નથી. જો શીઘ્રસ્ખલનની સમસ્યા ન હોય તો તમારે એ માટેની દવાઓ શું કામ વાપરવી છે.  
દવાઓ હંમેશાં એવા સંજોગોમાં વાપરવી જોઈએ જ્યારે તમારું શરીર કુદરતી રીતે સાથ આપી શકે એમ ન હોય. આ તમારી ભ્રમણા છે કે તમે થાકી જાઓ ત્યાં સુધી સમાગમ ચાલે તો એનાથી વધુ આનંદ આવે. થાકી જવાના હો એ પછી સમાગમ એની ચરમસીમા પર પહોંચે તો તમે એનો આનંદ પણ નહીં લઈ શકો.
શીઘ્રસ્ખલન માટેના સ્પ્રે કે જેલી લગાવવાથી ચરમસીમા લંબાય છે, પણ એમાં ખરેખર ઉત્તેજના વધારવાના કોઈ ગુણ નથી હોતા, એ સંવેદના બુઠ્ઠી કરી નાખે છે. એને કારણે સમાગમ લાંબો ચાલ્યો હોવા છતાં આનંદ બેવડાતો નથી. તમે આનંદ મેળવવા માટે થઈને સંભોગ લાંબો ચાલે એવું ઇચ્છો છો, પણ સ્પ્રેને કારણે ઊલટું જ થશે. સંવેદના ઘટી જવાથી સ્પર્શ અને ઘર્ષણનો આનંદ પણ ઘટી જશે માટે બહેતર છે કે તમે તમારા અત્યારના સ્ખલનનો આનંદ લો અને કોઈ ચીજનો ઉપયોગ ન કરો.

sex and relationships columnists