પેનિટ્રેશનના પેઇનને કારણે મન મારવું પડે છે

05 July, 2022 03:36 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

પેનિટ્રેશન વખતે હંમેશાં દુખાવો થાય એ માન્યતા ખોટી છે

પ્રતીકાત્મક તસવીર

મારાં મૅરેજને છ મહિના થયા છે. અમારાં અરેન્જ્ડ મૅરેજ છે અને હસબન્ડ પ્રેમાળ છે. જોકે અત્યાર સુધીમાં જેટલી પણ વાર સમાગમ કર્યો છે ત્યારે પેનિટ્રેશન દરમ્યાન ખૂબ જ દુખાવો થયો છે, જેને લીધે હવે અમારી વચ્ચે સ્ટ્રેસ આવતું જાય છે. નવાં લગ્નનું અમને બન્નેને એક્સાઇટમેન્ટ છે, પણ બેડરૂમમાં પહોંચતાં જ તેઓ ફિઝિકલ રિલેશનશિપ માટે ઍક્ટિવ થઈ જાય છે. બને કે કદાચ તે સ્વભાવના ઉતાવળા હોય કે પછી તેમનાથી રાહ જોઈ ન શકાતી હોય. મન તો મને પણ  થાય છે, પરંતુ પેનિટ્રેશનની પીડાને કારણે હવે મજા નથી. અધવચ્ચે જ મને પેઇન થાય અને હસબન્ડનું ઇજેક્યુલેશન થયા પછી મને ફરી મન થાય, પણ ત્યાં સુધીમાં તો તે થાકીને સૂઈ ગયા હોય. ઊંઘમાં હું તેમને સેડ્યુસ કરવાની ટ્રાય કરું, પણ તે મારા તરફ ફરે પણ નહીં. મારી ફ્રેન્ડનું કહેવું છે કે શરૂઆતમાં પીડા થાય, એટલે થોડુંક સહન કરી લઈશ તો પ્રૉપર્લી એન્જૉય કરી શકાશે. મેં ટ્રાય કરી, પણ શક્ય નથી બનતું.
ઘાટકોપર

સ્ત્રી અને પુરુષની સમાગમ માટે તૈયાર થવાની પ્રક્રિયા થોડીક અલગ હોય છે. પુરુષો ખૂબ ઝડપથી ઉત્તેજિત થઈ જાય છે, જ્યારે સ્ત્રીઓ ખૂબ જ ધીમે-ધીમે. સ્લો-બર્નરની જેમ સ્ત્રીઓમાં ઉત્તેજના વધે છે, જ્યારે પુરુષો થોડાક પણ એક્સાઇટમેન્ટથી ઉત્તેજિત થઈ જાય છે. તમે જ્યાં સુધીમાં ઉત્તેજિત થાઓ છો એ પહેલાં તો તમારા પતિની ચરમસીમા આવી ચૂકી હોય છે. એને કારણે તેઓ સંતોષ લઈને સૂઈ જાય છે અને તમે અસંતુષ્ટ રહી જાઓ છો. 
પેનિટ્રેશન વખતે હંમેશાં દુખાવો થાય એ માન્યતા ખોટી છે. જો યોગ્ય લુબ્રિકેશન થયેલું હોય તો સરળ પેનિટ્રેશન શક્ય છે. એ માટે પહેલાં ફોરપ્લેમાં થોડોક સમય વધુ ગાળવો જોઈએ. તરત જ પેનિટ્રેશન કરવાને બદલે પહેલાં થોડો સમય ફોરપ્લેમાં પસાર કરો અને એ પછી વજાઇનલ પાર્ટમાં પ્રૉપર લુબ્રિકેશન આવ્યું છે કે કેમ એ તપાસો. સરળ એક્ઝામ્પલ સાથે સમજવું હોય તો જોઈ લેવું કે એક-બે આંગળી આસાનીથી એન્ટર થાય છે કે નહીં. જો જતી હોય તો ત્યાર પછી પેનિટ્રેશન કરવાનું રાખો. જો તમને ફોરપ્લે છતાં લુબ્રિકેશન ન થતું હોય તો માર્કેટમાં જેલી આવે છે, જેના વપરાશથી ચીકાશ આવશે અને એને લીધે પેનિટ્રેશન સરળ બનશે.

columnists sex and relationships