મૅસ્ટરબેશનને કારણે સેક્સનો આનંદ ઓછો થઈ જાય?

12 October, 2021 12:41 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

 સિંગલ હોય કે મૅરિડ, સેક્સ એ એક નૅચરલ પ્રોસેસ છે એટલે એના આવેગને ક્યાંય ઊતરતું ગણવું નહીં. તમે તમારી જાતને પ્લેઝર આપો એનાથી ઉત્તમ બીજું કંઈ નથી

પ્રતીકાત્મક તસવીર

હું ૩૪ વર્ષની ડિવોર્સી છું. કૉર્પોરેટ કંપનીમાં જૉબ કરું છું. ફ્રેન્કલી સ્પીકિંગ, ડિવૉર્સ પહેલાં મારી માટે સેક્સની ઇમ્પોર્ટન્સ બિલકુલ નહોતી, પણ પછી મને એની ઇમ્પોર્ટન્સ સમજાય છે. અફકોર્સ, મને પાર્ટનરની જરૂર નથી. ફિંગરિંગ અને મૅસ્ટરબેશન પૂરતો આનંદ આપે છે, પણ સવાલ એ થાય છે કે આગળ જતાં હું રીમૅરેજ કરું ત્યારે મને સૅટિસ્ફૅક્શન ન મળે કે પછી હું મારા હસબન્ડને સૅટિસ્ફૅક્શન ન આપી શકું એવું બની શકે? મૅસ્ટરબેશનને કારણે ભવિષ્યમાં બાળકો થવામાં કોઈ ઇશ્યુ આવી શકે ખરો? પ્લીઝ ગાઇડ કરજો.

મલાડના રહેવાસી

 સિંગલ હોય કે મૅરિડ, સેક્સ એ એક નૅચરલ પ્રોસેસ છે એટલે એના આવેગને ક્યાંય ઊતરતું ગણવું નહીં. તમે તમારી જાતને પ્લેઝર આપો એનાથી ઉત્તમ બીજું કંઈ નથી. મૅસ્ટરબેશનનો સાચો અર્થ પણ એ જ છે કે તમે પાર્ટનરની ગેરહાજરીમાં સેક્સ જેવી સૉફ્ટ ફીલિંગ્સને મન પર હાવી થવા ન દો અને એની ગેરહાજરીમાં પણ તમે એ ફીલિંગ્સનો આનંદ ઉઠાવી શકો. એટલું સમજી લો કે મૅસ્ટરબેશન કોઈ આદત છે જ નહીં. એ સીધી વિચાર સાથે જોડાયેલી એક પ્રક્રિયા છે, જેનાથી કોઈ જાતની લત કે વ્યસન ઊભું નથી થતું. હા, એનો અતિરેક ન થવો જોઈએ, એ સહજ રીતે સમજાય એવી વાત છે. ઉંમર અને સિચુએશન મુજબ એમાં વધારો-ઘટાડો પણ થઈ શકે. કહેવાનો મતલબ એટલો કે સિગારેટ કે દારૂની જેમ એ ન મળે તો માણસ હેરાન નથી થતો કે પછી એના વિના એ તડપતો નથી. મૅસ્ટરબેશન સેક્સની જરૂરિયાત પૂરી પાડે છે એટલે સેક્સ મળે એવા સમયે મૅસ્ટરબેશનની આવશ્યકતા ઊભી નથી થતી.

મૅસ્ટરબેશનના કારણે બાળકો થવામાં પણ કોઈ પ્રૉબ્લેમ નથી થતો, કારણ કે એને અને પ્રેગ્નન્સીને કોઈ સંબંધ જ નથી એટલે એ ભય પણ મનમાંથી કાઢી નાખજો. હા, એક વાતનું ધ્યાન રાખવું. અત્યારના સમયે મૅસ્ટરબેશન પહેલાં કે પછી પ્રાઇવેટ પાર્ટનું ક્લિનિંગ પ્રૉપરલી કરી લેવું જેથી કોઈ પ્રકારના ઇન્ફેક્શનની સંભાવના રહે નહીં.

sex and relationships columnists