ઓરલ સેક્સ કર્યા પછી ઇન્ટરકોર્સ કરવું જ પડે એવું હોય?

10 August, 2021 10:39 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

હવે તેની ઇચ્છા છે કે હું પણ તેને ઓરલી એકસાઇટ કરું, પણ મારી ફ્રેન્ડ્સ કહે છે કે એ પછી કન્ટ્રોલ નહીં રહે અને અમારે સેક્સ કરવું જ પડશે જેની મારી ઇચ્છા નથી.

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૪ વર્ષની છે, બે વર્ષથી એક બૉયફ્રેન્ડ છે. હમણાં બૉયફ્રેન્ડ સાથે ઇન્ટિમસીનો એક્સપિરિયન્સ થયો. જોકે વારંવાર પ્રાઇવસી મળતી નથી એટલે ઉપર-ઉપરથી કિસ કરીને અમારે સંતોષ માની લેવો પડે છે, પણ હમણાં એકવાર મારા ઘરે કોઈ નહોતું ત્યારે અમને વધારે આગળ વધવા મળ્યું અને તેણે મને ઓરલી એક્સાઇટ કરી. હવે તેની ઇચ્છા છે કે હું પણ તેને ઓરલી એકસાઇટ કરું, પણ મારી ફ્રેન્ડ્સ કહે છે કે એ પછી કન્ટ્રોલ નહીં રહે અને અમારે સેક્સ કરવું જ પડશે જેની મારી ઇચ્છા નથી. હું તેને ઓરલી સંતોષ આપું, પણ પછી અમે સેક્સ સુધી ન જઈએ એવું બને ખરું? ઓરલ સેક્સથી કોઈ પ્રોબ્લેમ આવે?
બોરીવલીનાં રહેવાસી

 ઓરલ સેક્સ એ સેક્સનો જ એક પ્રકાર છે એટલે એને ક્યાંય પણ આઉટ ઑફ કોર્સ કે પછી બીજી દુનિયાના રીતભાત સમજવા નહીં, પણ હા બન્નેની ઇચ્છા હોય એ અત્યંત આવશ્યક છે અને જો એ હોય તો જ મજા આવે. અન્યથા એવું બને કે એકને મજા આવતી હોય અને બીજા પાર્ટનરને સૂગ ચડતી હોય. સેક્સ સંપૂર્ણપણે ઇચ્છાનો વિષય છે. જો બન્ને પક્ષને ઇચ્છા હોય તો એનો પૂર્ણ આનંદ આવે, એટલે જો તમને અને તમારા બૉયફ્રેન્ડને મજા આવતી હોય તો કોઈ સંકોચ વિના તમે ઓરલ સેક્સ કરી શકો છો.
ઓરલ સેક્સ પછી ઇન્ટરકોર્સ કરવું જ પડે એવું જરૂરી નથી, પણ હા ઓરલ સેક્સ પછી આવેલા એક્સાઇટમેન્ટ વચ્ચે બન્ને પાર્ટનર સહજતાથી સેક્સ તરફ ખેંચાઈ જાય એવું બનવાની શક્યતા ચોક્કસપણે છે. મૅરેજ પહેલાં ઇન્ટિમસી માણવી હોય તો સેક્સને બદલે ઓરલ સેક્સ વધારે હિતાવહ છે અને એ સૅફ પણ છે. એનાથી અનવૉન્ટેડ પ્રેગ્નન્સીનું રિસ્ક ટળી જાય છે. જોકે ઓરલ સેક્સ પછી આગળ ન વધી જાઓ એની માટે મક્કમ મનોબળની જરૂર હોય છે અને એ રાખવું જ જોઈએ, કારણ કે કેટલીક મજા અમુક પ્રકારના રિલેશનશિપમાં જોડાયા પછી જ આવતી હોય છે અને એ કરવા માટે તમારે પણ મૅરેજ માટે સ્વસ્થતાપૂર્વક વિચારવું જોઈએ, જેથી સંકોચ વિના તમે સેક્સ માણી શકો અને એનો પૂરો આનંદ પણ લઈ શકો.

sex and relationships columnists dr mukul choksi