કૉન્ડોમ ફાવતાં નથી, પ્રેગ્નન્સી અવૉઇડ કરવા શું કરવું?

03 August, 2021 10:57 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સ્પર્મવાળો રૂમાલ સાફ કરીને ફરીથી એનો એ જ વાપરી શકાય? હું વિચારું છું કે કૉપર-ટી પહેરી લઉં તો મનમાં ગભરાટ ન રહે. ઓરલ ગોળીઓ લેવાથી પછી જ્યારે બાળક કરવું હોય ત્યારે તકલીફ પડે ખરી? 

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૨૪ વર્ષની છે અને મૅરેજને એક જ વર્ષ થયું છે. અમે હજી એકાદ વર્ષ બાળક નથી ઇચ્છતાં, પણ કૉન્ટ્રાસેપ્શન માટે શું વાપરવું એ પૉઇન્ટ પર અમારી વચ્ચે મતભેદ થયા કરે છે. હસબન્ડને કૉન્ડોમને કારણે ડાયરેક્ટ સ્પર્શનો આનંદ નથી મળતો. હું ઘણી ના પાડું છતાં તેઓ કૉન્ડોમ વિના જ સેક્સ કરે અને પછી સ્પર્મ બહાર છોડી દે છે. આવા સમયે મારા મનમાં ગભરાટ રહે છે કે હું ભૂલથી પણ પ્રેગ્નન્ટ ન થઈ જાઉં. શું આ રીત સેફ છે? સ્પર્મવાળો રૂમાલ સાફ કરીને ફરીથી એનો એ જ વાપરી શકાય? હું વિચારું છું કે કૉપર-ટી પહેરી લઉં તો મનમાં ગભરાટ ન રહે. ઓરલ ગોળીઓ લેવાથી પછી જ્યારે બાળક કરવું હોય ત્યારે તકલીફ પડે ખરી? 
માટુંગાનાં રહેવાસી

 પહેલાંના સમયમાં કૉન્ડોમ કે ગર્ભનિરોધ ગોળીઓની શોધ નહોતી થઈ ત્યારે મોટા ભાગના લોકો આ પુલ આઉટ સિસ્ટમ જ વાપરતા હતા. જોકે આ સિસ્ટમ ૧૦૦ ટકા સેફ એ વખતે પણ નહોતી અને આજે પણ નથી. ઘણી વખત સ્પર્મ આવે એ સમયે પુરુષ પેનિસ બહાર કાઢવામાં માઇક્રો સેકન્ડ મોડું કરી જાય કે પછી તેની જાણ બહાર સ્પર્મનાં એક-બે ડ્રૉપ્સ વજાઇનામાં જતાં રહે તો પ્રેગ્નન્સી રહી શકે છે. 
જો તમે એકાદ વર્ષ ફૅમિલી પ્લાનિંગ ન ઇચ્છતા હો તો આ પુલ-આઉટ મેથડથી ટેન્શન તો રહેશે. બીજું, જ્યાં સુધી બાળકો ન થયાં હોય ત્યાં સુધી કૉપર-ટી એટલે કે કૉન્ટ્રાસેપ્ટિવ આંકડી બેસાડવાનું યોગ્ય નથી, કેમ કે કેટલીક મહિલાઓને એ માફક આવતી નથી અને ઇન્ફેક્શન થાય છે જે આંતરિક અવયવોને પણ કદાચ અસર કરી શકે. મોટા ભાગે બાળકો થયાં પછી જ કૉપર-ટીને કૉન્ટ્રાસેપ્ટિવ વિકલ્પ તરીકે વાપરવી હિતાવહ છે. ગર્ભધારણ અવૉઇડ કરવા માટે કૉન્ડોમ જેવો સુરક્ષિત અને ચોકસાઈભર્યો વિકલ્પ બીજો કોઈ નથી. ખાસ કરીને માસિક પિરિયડની સાઇકલના બીજા અને ત્રીજા અઠવાડિયા દરમ્યાન કૉન્ડોમનો ઉપયોગ મસ્ટ છે. એમ છતાં જો હસબન્ડ ન માને તો આ બાબતે રીલેક્સ થવા માટે તમારે ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ લેવાનું શરૂ કરવું જોઈએ. એનાથી તમે ટેન્શન-ફ્રી એન્જૉય કરી શકશો. 

sex and relationships columnists dr. mukul choksi