પ્રેગ્નન્સી ટાળવા માટે કૉન્ડોમ-કૉન્ટ્રાસેપ્ટિવ સિવાય કોઈ ઑપ્શન?

30 March, 2021 12:40 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

હું કૉન્ટ્રાસેપ્ટિવ પણ વાપરવા નથી માગતી અને હસબન્ડને મારાથી દૂર પણ રાખી શકું એમ નથી. મારે કરવું શું? કૉન્ડોમ અને કૉન્ટ્રાસેપ્ટિવ સિવાય હું પ્રેગ્નન્સી ટાળી શકું?

GMD Logo

મારી ઉંમર ૨૬ વર્ષની છે. આવતા મહિને મારાં મૅરેજ છે. મેં અને મારા ફિયાન્સેએ મૅરેજ પહેલાં જ ફિઝિકલ રિલેશનની શરૂઆત કરી છે. અત્યારે અમે કૉન્ડોમ વાપરીએ છીએ, પણ મને એમાં મજા નથી આવતી અને મૅરેજનાં ત્રણ વર્ષ સુધી અમને બન્નેને બાળક પણ નથી જોઈતું. હું કૉન્ટ્રાસેપ્ટિવ પણ વાપરવા નથી માગતી અને હસબન્ડને મારાથી દૂર પણ રાખી શકું એમ નથી. મારે કરવું શું? કૉન્ડોમ અને કૉન્ટ્રાસેપ્ટિવ સિવાય હું પ્રેગ્નન્સી ટાળી શકું? - જોગેશ્વરીની રહેવાસી 

 ના, બીજા કોઈ રસ્તા નહીં અને બીજા રસ્તાઓ જો કોઈ સૂચવે તો એ ટ્રાયલ ઍન્ડ એરર જેવા હશે એટલે એમાં પ્રેગ્નન્સી ન જ રહે એની કોઈ ગૅરન્ટી ન આપી શકે. ઘણા એવું કરતા હોય છે કે ઇન્ટિેમેટ રિલેશનની અંતિમ સેકન્ડોમાં સ્પર્મ એન્ટર ન થાય એની સાવચેતી રાખીને રિલેશન અટકાવી દે છે, પણ એ જોખમી વાત છે. ખાસ કરીને એ લોકો માટે જેમને પ્રેગ્નન્સી નથી જોઈતી. એકાદ ડ્રૉપ પણ પ્રેગ્નન્સી માટે નિમિત્ત હોય છે. જો તમે હમણાં બાળક ન ઇચ્છતાં હો તો તમારી પાસે બે ઑપ્શન છે, કૉન્ટ્રાસેપ્ટિવ અને કાં તો કૉન્ડોમ. એટલે તમારે એ બેમાંથી જ એકાદ ઑપ્શન પસંદ કરવાનો રહે.
કૉન્ડોમમાં આજના સમયમાં અઢળક વરાઇટી આવવા માંડી છે. ફ્લેવર્સ પણ આવે છે અને સ્કિીન લેયર મુજબના મટીરિયલમાંથી બનેલાં કૉન્ડોમ પણ આવે છે જે પુરુષ વાપરી શકે. આપણે ત્યાં ફીમેલ કૉન્ડોમ પ્રચલિત નથી થયાં, પણ એ પણ એટલાં જ સેફ છે. પ્રચલિત નહીં થયાં હોવાને લીધે એમાં બહુ વરાઇટી નથી મળતી, પણ એ તમે ટ્રાય કરી શકો છો. કૉન્ટ્રાસેપ્ટિવ નિયમિત લેવી અને એ પણ સતત અઢી-ત્રણ વર્ષ એ શરીરની તાસીર મુજબ જોખમ ઊભું કરી શકે છે. એટલે બન્ને સૅફ્ટી પૉઇન્ટનો ઉપયોગ સમયાંતરે થયા કરે એ હિતાવહ છે અને એમાં પણ કૉન્ડોમ વધારે સેફ, જેમાં કોઈ કેમિકલ કે ડ્રગ્સનો ઉપયોગ થતો નથી. એક વણમાગી સલાહ, અનિવાર્ય કારણ વિના બાળક માટે મોડું કરવું પણ હિતાવહ નથી.

columnists sex and relationships Dr. Mukul Choksi