પરાકાષ્ઠા પછી વાઇફ બેભાન જેવી થઈ જાય છે

05 April, 2021 03:43 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

ફીમેલ ઉપર અને મેલ નીચેની જે પોઝિશન જો રિલેશનશિપ બાંધવામાં આવે તો લોહીના પ્રવાહમાં મામૂલી ફેરફાર થશે

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૦ વર્ષ અને મારી વાઇફની ૨૬ વર્ષ છે. અમારાં મૅરેજને બે વર્ષ થયાં છે અને અમારે પાંચ મહિનાની એક બેબી છે. આમ તો અમારી સેક્સલાઇફ નૉર્મલ છે, પણ ઇન્ટરકોર્સ પછીની પરાકાષ્ઠા દરમ્યાન મારી વાઇફ ઑલમોસ્ટ બેભાન જેવી થઈ જાય છે. થોડી વાર પછી એ પાછી નૉર્મલ થઈ જાય છે, પણ એ થોડી વારમાં મને બહુ ટેન્શન થાય છે. શું આ ગંભીર સમસ્યા છે? મને આનો યોગ્ય ઇલાજ બતાવશો.

વિલે પાર્લેના રહેવાસી

 

તમારી વાત સાંભળતાં દેખીતી રીતે તો કોઈ એવી ગંભીર સમસ્યા લાગતી નથી. ઘણી વખત એવું બનતું હોય છે કે ચરમસીમાએ પહોંચતી વખતે લોહીના પ્રવાહમાં ફેરફાર થતો હોય છે, જેને લીધે ઘણા લોકોમાં તમે જણાવી એવી સમસ્યા સર્જાઈ શકે છે. એવું પણ નથી કે માત્ર સ્ત્રીઓમાં જ એવું બને, પુરુષોમાં પણ આવું બનતું હોય છે. એક સૂચન કરું તમને. પોઝિશન બદલીને તમે ઇન્ટિમેટ સંબંધ બાંધવાની કોશિશ કરો. ફીમેલ ઉપર અને મેલ નીચેની જે પોઝિશન જો રિલેશનશિપ બાંધવામાં આવે તો લોહીના પ્રવાહમાં મામૂલી ફેરફાર થશે. ધારો કે એનાથી ઊલટી પોઝિશન, જેને યુનિવર્સલ પોઝિશન કહેવામાં આવે છે એ પોઝિશન એટલે કે સ્ત્રી નીચે અને પુરુષ ઉપર હોય એવી પોઝિશનમાં જો ઇન્ટિમેટ રિલેશન બાંધતા હો તો માથા નીચે ઓશીકું રાખવું નહીં. એનાથી લોહીનું ભ્રમણ યોગ્ય રીતે થશે અને તમે જે સમસ્યા કહો છો એવી સમસ્યા ઊભી નહીં થાય. ધારો કે એ પછી પણ એવું બને તો તમારે ડૉક્ટરની રૂબરૂ સલાહ લઈ લેવી જોઈએ, જેથી વાત વધે નહીં.

રિલેશનશિપ બાંધ્યા પછી ઘણાને એવી આદત હોય છે કે એ આફ્ટર-પ્લે કરે. જો તમને એવી આદત હોય તો જ્યાં સુધી તમારી વાઇફનો પ્રૉબ્લેમ સૉલ્વ ન થાય ત્યાં સુધી એવું કરવાનું અવૉઇડ કરજો. એ તબક્કા દરમ્યાન વાઇફનું બ્લડ-સર્ક્યુલેશન વધી ગયેલું હોય તો સ્વાભાવિક રીતે તેને તમારા વર્તનથી ઇરિટેશન થઈ શકે છે અને એને લીધે બન્ને વચ્ચે ક્યારેક મનભેદ પણ ઊભા થાય એવું પણ બની શકે છે.

columnists sex and relationships