આ જાણીતી ફૂડ સર્વિસ કંપનીએ લોન્ચ કર્યું વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ

15 September, 2019 07:02 PM IST  |  મુંબઈ

આ જાણીતી ફૂડ સર્વિસ કંપનીએ લોન્ચ કર્યું વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ

ફૂડ ડિલિવરી સર્વિસ એપ ઝોમેટો પોતાનું વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ ઓવર ધ ટોપ સર્વિસ દ્વારા યુઝર્સને ફૂડ રિવ્યુ, રેસિપી, સહિતના વીડિયો જોવા મળશે. ઝોમેટોની આ વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને હોટસ્ટાર જેવા પ્લેટફોર્મને પડકાર મળી શકે છે. યુઝર્સ ઝોમેટની આ સર્વિસનો લાભ 16 સપ્ટેમ્બરથી લઈ શક્શે. લોન્ચ સમયે 18 ઓરિજિનલ શો જોવાનો ફાયદો તમને મળી શકે છે. સોમવારે 16 સપ્ટેમ્બરે તેને ઝોમેટોઝના નવા વીડિયો ટેબમાં જોઈ શક્શો.

ઝોમેટો આ નવા વીડિયો પ્લેટફોર્મ પર યુઝર્સને ફૂડ કેટેગરીઝ ઉપરાંત કોમેડી, રિયાલિટી, સેલિબ્રિટી અને ફિક્શન શોઝ પણ જોવા મળશે. યુઝર્સ ત્રણ 15 મિનિટના વીડીયોઝમમાં પીક રેસ્ટોરન્ટની સ્ટોરીઝ પણ જોઈ શક્શે. ઝોમેટોએ પોતાના વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસમાં 2000થી વધુ વીડિયો મૂક્યા છે. જેમાં ઝોમેટો ઓરિજિનલ્સ, સ્નીક પીક રેસિપી વીડિયોઝ ઉપરાંત ભારતીય યુઝર્સ એક્સેસ કરી શક્શે.

ઝોમેટો ઓરિજિનલ વીડિયોઝને ભારતમાં જ્યારે સ્નિક પીક રેસિપી વીડિયોઝને દુનિયાના કોઈ પણ દેશમાં એક્સેસ કરી શકાશે. ઝોમેટોના સીઈઓા કહેવા પ્રમાણે આ એપ યુઝર્સના ફૂડ ઈન્ટ્રેસ્ટને વધુ એન્ગેજિંગ બનાવવા માટે વીડિયો સ્ટ્રીમિંગ ફીચર જોડવામાં આવી રહ્યું છે. ઝોમેટોના ઓરિજિનલ રેસિપી વીડિયોની વાત કરીએ તેમાં સંજીવ કપૂર જેવા માસ્ટર શેફના વીડિયોઝ બતાવવામાં આવશે. આ તમામ વીડિયોઝ 15 મિનિટથી લાંબા નહીં હોય. ઝોમેટોના હાલ ભારતમાં 70 મિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ છે. ઝોમેટો પર હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં શોઝ બતાવાશે.

tech news life and style