YouTubeએ કર્યો મોટો ફેરફાર, હવે ક્રિએટર સિવાય કોઈ નહીં જોઈ શકે આ વસ્તુ

11 November, 2021 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તમે હવે યુટ્યુબ (YouTube) પર ડિસલાઇકની સંખ્યા જોઈ શકશો નહીં.

પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

તમે હવે યુટ્યુબ (YouTube) પર ડિસલાઇકની સંખ્યા જોઈ શકશો નહીં. યુટ્યુબે સત્તાવાર રીતે આની જાહેરાત કરી છે. કંપનીનું માનવું છે કે આનાથી એવા નાના સર્જકોને ઘણી મદદ મળશે જેમને જાણીજોઈને ટાર્ગેટ કરવામાં આવે છે અને તેમના વીડિયો પર ડિસલાઇકની સંખ્યામાં વધારો કરવામાં આવે છે. YouTube કહે છે કે તે દર્શકો અને સર્જકો વચ્ચે આદરપૂર્ણ ક્રિયા-પ્રતિક્રિયાઓને પ્રોત્સાહન આપી રહ્યું છે.

જોકે, તમે વિડિયોને ડિસલાઇક કરી શકશો, પરંતુ વિડિયોને કેટલી વાર નાપસંદ કરવામાં આવ્યો છે તે કોઈ જોઈ શકાશે નહીં. વિડિયો બનાવનારને ખબર પડશે કે તેના વિડિયો પર કેટલા ડિસલાઇક છે અથવા કેટલા લોકોએ તેના વિડિયોને નાપસંદ કર્યો છે. યુટ્યુબનું કહેવું છે કે આ પગલાંથી પબ્લિક શેમિંગ અટકાવી શકાશે. કંપનીએ પોતાના બ્લોગમાં આ માહિતી આપી છે.

યુટ્યુબએ તેના એક પ્રયોગ બાદ આ નિર્ણય કર્યો છે. કંપનીએ શોધી કાઢ્યું કે ડિસલાઇક કાઉન્ટ દૂર કર્યા પછી, નાના સર્જકો પરના હુમલામાં ઘટાડો થયો છે. કારણ કે લોકો કેટલા ડિસલાઇક આવ્યા છે તે જોઈ શકતા નથી અને લક્ષ્યાંકિત ડિસલાઇક કરતા નથી.

અગાઉ, કંપનીમાં અન્ય એક પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે નાના સર્જકો, જેમણે તાજેતરમાં તેમની ચેનલ શરૂ કરી છે. તેમને લાગ્યું કે કોઈ કારણ વગર તેમને ટાર્ગેટ કરવામાં આવે છે. તેના પોતાના ડેટાના આધારે, YouTube જણાવે છે કે પ્રમાણસર નાની ચેનલો ઇરાદાપૂર્વકના વ્યવહારિક હુમલાઓ માટે વધુ સંવેદનશીલ હોય છે.

આને ધ્યાનમાં રાખીને, કંપનીએ તેના ડિસલાઇક એકાઉન્ટને ખાનગી બનાવી દીધું છે. એટલે કે હવે માત્ર સર્જક જ તેના ડિસલાઇક કાઉન્ટ જોઈ શકશે.

tech news technology news youtube