સ્ક્રીનશૉટ લીધા વગર આવી રીતે સેવ કરો કોઈનું પણ Whatsapp Status

22 May, 2019 04:11 PM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

સ્ક્રીનશૉટ લીધા વગર આવી રીતે સેવ કરો કોઈનું પણ Whatsapp Status

આવી રીતે સેવ કરો WhatsAppના સ્ટેટસ

Whatsappના Status ફીચરને યૂઝર્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જેમાં ફોટોસ, વીડિયોઝ શેર કરી શકાય છે. જો તમને તમારા કોઈ ફ્રેન્ડનું Whatsapp Status પસંદ આવી જાય તો તમે તેને સેવ કરી રીતે કરો છો? તમે તેનો સ્ક્રીનશોટ લેતા હશો. પરંતુ તેમાં તમારે ઘણીવાર કોઈનું નામ કે મેસેજ હોય તો ક્રોપ કરવું પડે છે.જો કે એક એવો પણ ઉપાય છે જેનાથી તમે Whatsapp Statusને સેવ કરી શકો છો. અમે તમને બતાવીશું એ ટ્રિક

આવી રીતે ડાઉનલોડ કરો Whatsapp Status:

-આના માટે તમારે Status Saver નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ્લિકેશન તમને ગૂગલ પ્લે સ્ટોર પર મળી જશે.

-આ બાદ તમે Whatsapp ખોલીને Statusના પેજ પર જાઓ. આ બાદ તમે એ કોન્ટેક્ટને સિલેક્ટ કરો જેનું સ્ટેટસ તમારે શેર કરવાનું છે.

-હવે Status Saver એપને ઓપન કરો. આ એપ સ્કેન કરીને તમામ સ્ટેટસ બતાવશે. સાથે જ તમને કોઈ પણ મીડિયાને અહીંથી સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે. જો તમે ફોટો ડાઉનલોડ કરવા ઈચ્છો છો તો ફોટો પર ક્લિક કરો અને વીડિયો ડાઉનલોડ કરવા માંગો છો તો વીડિયો પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો.

-જે સ્ટેટસને તમે સેવ કરવા માંગો છો તેના પર ટેપ કરો અને તેને ડાઉનલોડ કરી લો. બસ આટલું કરશો એટલે સ્ટેટસ તમારા ફોનમાં સેવ થઈ જશે

થર્ડ પાર્ટી એપ વિના આ રીતે ડાઉનલોડ કરો Whatsapp Status

જે પણ સ્ટેટસ આપણે જોઈએ છે, Whatsapp તેને ડાઉનલોડ કરી લે છે. તમે તેને આવી રીતે જોઈ શકો છો.

-સૌથી પહેલા તમે ફાઈલ મેનેજર ઓપન કરો.

- ઈંટરનલ સ્ટોરેજમાં જઈને સેટિંગ્સમાં જાઓ.

-અહીં તમારે Show Hidden Filesને ઈનેબલ કરવાનું છે.

-જે બાદ ઈંટરનેલ સ્ટોરેજમાં જઈને Whatsappનું ફોલ્ડર સિલેક્ટ કરો.

-અહીં તમારે Media સિલેક્ટ કરવાનું છે.

-જ્યાં તમને .Statuses ફાઈલ મળશે જ્યાં તમને તમામ સ્ટેટસ મળશે.

-અહીંથી તમે કોઈ પણ ઈમેજ કે મીડિયાને જ્યાં ઈચ્છો ત્યાં કોપી કરી શકો છો.

tech news