BSNLના આ પ્લાનમાં મળી રહ્યો છે 500જીબી ડેટા

26 September, 2019 01:09 PM IST  |  મુંબઈ

BSNLના આ પ્લાનમાં મળી રહ્યો છે 500જીબી ડેટા

BSNLના આ પ્લાનમાં મળી રહ્યો છે 500જીબી ડેટા

આજે દરેક કંપની વધુમાં વધુ ડેટા આપી રહી છે. જેનો સીધો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે. ત્યારે BSNL પણ આ જ હરીફાઈમાં છે.

BSNL પોતાના યૂઝર્સને સારી નવી સુવિધાઓ આપવા માટે પ્રીપેઈડ સેગમેન્ટમાં કેટલાક નવા અને શાનદાર પ્લાન આપી રહ્યું છે. નવા BSNL પ્લાનને સુપર સ્ટાર 500ના નામથી રજૂ કરવામાં આવ્યો છે.જેની કિંમત દર મહિને 949 રૂપિયા છે. જેમાં યૂઝર્સને 50 એમબીપીએસની સ્પીડ સાથે 500 જીબી ડેટા મળશે. સાથે હોટસ્ટારનું પ્રીમિયમ સબસ્ક્રીપ્શન પણ. આ પ્લાન અને સુવિધા અંડમાન અને નિકોબાર સિવાય તમામ સર્કલ માટે છે.

Super Star 500 planની વાત કરીએ તો તેમાં યૂઝર્સને 500જીબી ડેટા મળશે. આ પ્લાન અંતર્ગત ભારત ફાયબર પ્લાન અને ડીએસએલ પ્લાન બે ઓપ્શન છે. જો તમારા એરિયામાં ફાયબર ઓપ્ટિક્સ કનેક્શન છે તો તમે 50 એમબીપીએસની સ્પીડનો ફાયદો ઉઠાવી શકો છો. પણ તો ફાયબર ઓપ્ટિક્સ નથી તો તમને ડીએસએલ પ્લાનની સુવિધા મળશે અને તેમાં 10 એમબીપીએસની સ્પીડ મળશે.

પ્લાનની સાથે યૂઝર્સને હોટસ્ટાર પ્રીમિયમ પણ મળશે. જેની વાર્ષિક કિંમત 999 રૂપિયા છે. આ સિવાય સબસ્ક્રાઈબર્સ ભારતમાં ક્યાય પણ અનલિમિટેડ નેશનલ અને લોકલ કૉલ્સનો લાભ લઈ શકે છે. સાથે જ કંપનીએ સુપર 300 પ્લાન પણ લૉન્ચ કર્યો છે. જે અંતર્ગત તમારે દર મહિને 749 રૂપિયા આપવા પડશે. જેમાં યૂઝર્સને 300 જીબી ડેટા મળશે. આ પ્લાન સાથે પણ યૂઝર્સને 50 એમબીપીએસની સ્પીડ અને અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળશે.

આ પણ જુઓઃ Dev Anand:એક શર્ટના કારણે મળ્યા હતા ગુરુ દત્ત અને દેવ આનંદ, જાણો અજાણી વાતો

જણાવી દઈએ તે તાજેતરમાં BSNLએ 4G સર્કલ માટે પોતાનો 4G STV લોન્ચ કર્યું હતું. જેની કિંમત 96 રૂપિયા છે. આ પ્લાન અંતર્ગત યૂઝર્સને રોજનો 10 જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

bsnl tech news