શાઓમીનો લેટેસ્ટ સ્માર્ટફોન રેડમી 8 9 ઓક્ટોબરના રોજ ભારતમાં લોન્ચ થશે

06 October, 2019 08:15 PM IST  |  Mumbai

શાઓમીનો લેટેસ્ટ સ્માર્ટફોન રેડમી 8 9 ઓક્ટોબરના રોજ ભારતમાં લોન્ચ થશે

રેડમી 8

Mumbai : ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ મોટી સંખ્યામાં વધી રહ્યું છે. આ માર્કેટને કવર કરવા માટે વિશ્વની મોટી મોટી સ્માર્ટ ફોન કંપનીઓ ભારતમાં એક પછી એક ફોન લોન્ચ કરી રહી છે. ત્યારે શાઓમી (xiaomi) પોતાનો નવો સ્માર્ટ ફોન રેડમીનું નવું વર્ઝન ભારતમાં લોન્ચ કરી રહી છે. શાઓમી તેના લેટેસ્ટ સ્માર્ટફોન રેડમી 8ને આગામી 9 ઓક્ટોબરે ભારતમાં લોન્ચ કરશે. ફ્લિપકાર્ટ પર આ ફોનનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 4,000 mAhથી પણ વધારે બેટરી આપવામાં આવી શકે છે.


જાણો, રેડમી 8 માં ક્યા નવા ફિચર હોઇ શકે છે
રેડમી 8 સ્માર્ટ ફોનમાં 2 રિઅર કેમેરા આપવામાં આવશે. આ ફોનમાં ફ્લેગશિપ સોની પ્રાઈમરી સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં ઇન્ડસ્ટ્રી લીડીંગ એજ ડિટેક્શન અને સ્કિન ટોન મેપિંગ ફીચર પણ આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં 4,000 mAhથી પણ વધારે બેટરી આપવામાં આવી શકે છે. આ ફોનની ફ્રન્ટ પેનલમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવશે. ફોનની બેક પેનલમાં ઑરા મિરર ડિઝાઇન અને ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં ગ્રેડિઅન્ટ ફિનિશિંગ પણ આપવામાં આવી શકે છે. આ ફોન સંપૂર્ણ રીતે સ્પ્લેશ રઝિસ્ટન્ટસ હશે.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

એન્ડ્રોઇડ 9 પાઇ આ ફોનમાં ઉપ્લબ્ધ હશે
જોકે આ ફોનના વેરિઅન્ટ અને તેની કિંમત વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી. આ ફોનમાં ઓક્ટાકોર કવૉલકોમ સ્નેપડ્રેગન 439 ચિપસેટ પ્રોસેસર આપવામાં આવી શકે છે. આ ફોન એન્ડ્રોઇડ 9 પાઇ સાથે MIUI 10.0.1.3 પર રન કરશે.

technology news tech news xiaomi