આગામી વર્ષે વોટ્સએપ લાવશે આ 5 અદ્ભુત ફીચર્સ, જાણો કયું ફીચર છે સૌથી વધુ ઉપયોગી

18 December, 2021 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વર્ષ ૨૦૨૨માં કંપની તેના પ્લેટફોર્મમાં ખૂબ જ રસપ્રદ અને અનોખા ફીચર્સ ઉમેરી શકે છે.

પ્રતીકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

નવા વર્ષમાં, તમને WhatsApp ચલાવવાનો એક શાનદાર અનુભવ મળવાનો છે, કારણ કે આગામી વર્ષમાં એપને એક કરતાં વધુ શાનદાર ફીચર્સ મળવાની આશા છે. વાસ્તવમાં WhatsAppએ આ વર્ષે એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે ઘણા નવા ફીચર્સ લોન્ચ કર્યા છે, પરંતુ અટકળો છે કે આવતા વર્ષે WhatsApp વધુ એડવાન્સ બની જશે. વર્ષ ૨૦૨૨માં કંપની તેના પ્લેટફોર્મમાં ખૂબ જ રસપ્રદ અને અનોખા ફીચર્સ ઉમેરી શકે છે. જો તમે પણ જાણવા માટે ઉત્સુક છો કે વોટ્સએપમાં ક્યા ફીચર્સ આવવાના છે, તો આ રહ્યું લિસ્ટ...

ઇન્સ્ટાગ્રામ રીલ્સ ઑન વોટ્સએપ

મેટા હાલમાં WhatsApp, Facebook અને Instagram સહિત તેના તમામ પ્લેટફોર્મને એકીકૃત કરવા પર કામ કરી રહી છે. આગામી વર્ષે, કંપની આ જ લાઇનને અનુસરે તેવી અપેક્ષા છે. અહેવાલો અનુસાર, મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp પર Instagram Reels સપોર્ટ લાવવાની અપેક્ષા છે. જોકે, અંગે કોઈ સત્તાવાર વિગતો મળી નથી.

Whatsapp લોગઆઉટ

અહેવાલો અનુસાર WhatsAppના ડિલીટ એકાઉન્ટ વિકલ્પને WhatsApp લોગઆઉટ દ્વારા બદલવામાં આવે તેવી અપેક્ષા છે. ‘ડિલીટ એકાઉન્ટ’ નામ સૂચવે છે તેમ ચેટ્સ, મીડિયા ફાઇલો સહિત વપરાશકર્તાના એકાઉન્ટને કાઢી નાખે છે, પરંતુ આગામી ફીચર યુઝર્સને જરૂર પડ્યે વોટ્સએપમાંથી સરળતાથી બ્રેક લેવા આપશે. તેઓ જ્યારે ઇચ્છે ત્યારે લોગ ઇન અને લોગઆઉટ કરી શકે છે.

મલ્ટી ડિવાઇસ સપોર્ટ

WhatsAppએ આ વર્ષે મલ્ટિ-ડિવાઈસ સપોર્ટ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર હાલમાં એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સનાં બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આવતા વર્ષે, મેસેજિંગ પ્લેટફોર્મ સત્તાવાર રીતે દરેકને મલ્ટિ-ડિવાઈસ સપોર્ટ રજૂ કરે તેવી અપેક્ષા છે. આનાથી વપરાશકર્તાઓ સ્થિર ઇન્ટરનેટ કનેક્શન સાથે જોડાયેલા પ્રાથમિક ડિવાઇસ વિના પણ તેમના WhatsApp એકાઉન્ટમાં લૉગ ઇન કરી શકશે.

મેસેજ ડિલીટ કરવા કોઈ સમય મર્યાદા નહીં

WhatsApp પહેલાથી જ iOS અને એન્ડ્રોઇડ યુઝર્સ માટે ડિલીટ ફીચર ઓફર કરી રહ્યું છે. આવતા વર્ષે, મેસેજિંગ પ્લેટફોર્મનો સમય મર્યાદાને દૂર કરે તેવી શક્યતા વર્તાઇ રહી છે. આ ફીચર સાથે વપરાશકર્તાઓ જ્યારે ઇચ્છે ત્યારે તેઓ મોકલેલા સંદેશાને ડિલીટ કરી શકે છે, પરંતુ કંપનીએ આ ફીચરના રોલઆઉટ વિશે હજુ સુધી કોઈ માહિતી આપી નથી.

ચોક્કસ સંપર્કો સાથે લાસ્ટ સીન છુપાવી શકશો

WhatsApp પહેલાથી જ ત્રણ વિકલ્પો સાથે લાસ્ટ સીન જોવાની સુવિધા આપે છે - દરેક વ્યક્તિ, કોઈ નહીં અને મારા સંપર્કો. અહેવાલો અનુસાર ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ અન્ય વિકલ્પ પર કામ કરી રહ્યું છે, જે વપરાશકર્તાઓને ચોક્કસ લોકોથી લાસ્ટ સીન છુપાવવા આપશે. વોટ્સએપ સ્ટેટસની જેમ જ આ ફીચર યુઝર્સને એક અથવા વધુ કોન્ટેક્ટ્સમાંથી લાસ્ટ સીન છુપાવવાની પરવાનગી આપશે. વોટ્સએપે આ ફીચરની રજૂઆત વિશે કોઈ માહિતી આપી નથી.

tech news technology news whatsapp