WhatsApp Update : હવે વૉટ્સએપ પર નહીં થાય આ ભૂલ, આવ્યું નવું ફિચર

18 June, 2019 07:20 PM IST  | 

WhatsApp Update : હવે વૉટ્સએપ પર નહીં થાય આ ભૂલ, આવ્યું નવું ફિચર

વૉટ્સએપ (ફાઇલ ફોટો)

વોટ્સએપનો ઉપયોગ અત્યારે લોકો સૌથી વધારે કરે છે. ત્યારે ઘણીવાર એવું પણ બને છે કે તમે ઘણીવાર ભુલથી કોઇ બીજાને મેસેજ મોકલી દેવાતા ભોંઠા પડવાનો વારો આવે છે. આ તકલીફ પર છેલ્લા ઘણા સમયથી કામ કરી રહ્યું છે અને તેણે પોતાના આ ફીચરને બીટા વર્ઝનમાં પણ ઉપલબ્ધ કરાવ્યો છે. આ ફિચરમાં યૂઝર કોઇપણ મેસેજ કે ફોટો મોકલતાં પહેલા તે વ્યક્તિનું નામ કન્ફર્મ કરી શકશે જેને તે મેસેજ મોકલવા માગે છે. જેના લીધે ભૂલથી મોકલવામાં આવતાં મેસેજની સંખ્યામાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે. આ બાબતની માહિતી એક રિપોર્ટ દ્વારા મળી છે.

જેને મેસેજ મોકલશો તેનો પ્રોફાઇલ ફોટો પણ દેખાશે
એક વેબસાઇટની રિપોર્ટ પ્રમાણે, કંપનીએ પોતાનું નવું ફીચર બીટો વર્ઝન 2.19.173માં રોલઆઉટ કરી દીધું છે. જેના સ્ટેબલ વર્ઝનમાં જ્યારે પણ તમે કોઇ મેસેજ, ઇમેજ કે ફોટો અથવા ડૉક્યૂમેન્ટ સેન્ડ કરશો ત્યારે તમને ટૉપ લેફ્ટ કોર્નરમાં તે વ્યક્તિની પ્રોફાઇલ પિક્ચર દેખાશે જેને મેસેજ મોકલવામાં આવતો હશે. સાથે જ કૅપ્શન એરિયાની નીચે કૉન્ટેક્ટ નામ પણ લખેલું હશે. જેનાથી અયોગ્ય નંબર પર મેસેજ થવાની શક્યતા ઘટી જાય. આ ફીચર કોઈ એક ચેટ કે ગ્રુપ, બન્ને માટે ઉપલબ્ધ રહેશે.

બીટા વર્ઝનમાં આ ફિચર ઉપલબ્ધ કરી દેવાયું છે
મળતી માહિતી મુજબ આ ફીચર બીટા વર્ઝનમાં ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ આનું સ્ટેબલ વર્ઝન પણ રજૂ કરવામાં આવશે. અત્યારે આ ફીચર ફક્ત એન્ડ્રોઇડ પ્લેટફોર્મ માટે જ રજૂ કરવામાં આવ્યું છે. કંપની આના ios વર્ઝન પર કામ કરી રહી છે કે નહીં તેની માહિતી હજી આપી નથી.

આ પણ વાંચો : Amazon Mi Days Saleમાં Xiaomiના સ્માર્ટ ફોન્સ પર Rs 11,000 સુધીનું ડિસ્કાઉન્ટ

આ પહેલા પણ વૉટ્સઍપના નવા ફીચર્સ પર કામ કરવાની રિપોર્ટ્સ સામે આવી હતી. જેમાં ડાર્ક મોડ, ઑથેન્ટિકેશન ફીચર અને PIP મોડ હોવાની વાત કરવામાં આવી હતી. વૉટ્સઍપ હવે આમાંથી કેટલાક ફીચર્સ પોતાની એન્ડ્રોઇડ એપમાં રોલઆઉટ કરી રહ્યું છે.

tech news technology news