Whatsappમાં આવી રહ્યું છે આ ફીચર, 24 કલાક પછી જાતે ડિલીટ થઈ જશે મેસેજ

26 April, 2021 01:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અપગ્રેડેશન બાદ યૂઝર્સના મેસેજ 24 કલાક પછી જાતે ડિલીટ થઈ જશે. હાલ આ ફીચર ફક્ત 7 દિવસના સમય સાથે ઉપલબ્ધ છે.

પ્રતીકાત્મક તસવીર

Whatapp વિશ્વની સૌથી વધારે ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ્લિકેશન છે. વૉટ્સએપ પોતાના યૂઝર્સને બહેતર અનુભવ આપવા માટે નવા-નવા ફીચર્સ રજૂ કરે છે. હવે સમાચાર છે કે કંપની પોતાના ખાસ ડિસઅપિયરિંગ મેસેજ ફિચરને અપગ્રેડ કરવાની તૈયારી કરી રહી છે. અપગ્રેડેશન બાદ યૂઝર્સના મેસેજ 24 કલાક પછી જાતે ડિલીટ થઈ જશે. હાલ આ ફીચર ફક્ત 7 દિવસના સમય સાથે ઉપલબ્ધ છે.

વેબ બીટા ઇન્ફોના રિપૉર્ટ પ્રમાણે, વૉટ્સએપ પોતાના ડિસઅપિયરિંગ મેસેજ ફિચર પર કામ કરી રહી છે. આ ફીચરમાં 7 દિવસોના સમયની સાથે 24 કલાકનો વિકલ્પ જોડવામાં આવશે. આ વિકલ્પના એક્ટિવેટ થઇ ગયા પછી યૂઝર્સના મેસેજ પોતાની જાતે 24 કલાક પછી ડિલીટ થઈ જશે. આ ફીચરની ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. આશા છે કે આ ટૂંક સમયમાં જ એન્ડ્રૉઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે.   

જણાવવાનું કે વૉટ્સએપે ગયા વર્ષે બધા યૂઝર્સ માટે ડિસઅપિયરિંગ મેસેજ ફીચર રજૂ કરવામાં આવ્યું હતું. આ ફીચરની ખાસિયત છે કે આના એક્ટિવેટ થઈ ગયા પછી વૉટ્સએપ પર મોકલવામાં આવેલા મેસેજ, ફોટો અને વીડિયો એક અઠવાડિયા પછી જાતે ડિલીટ થઈ જાય છે.

વૉટ્સએપનું લેટેસ્ટ ફીચર
વૉટ્સએપે માર્ચ 2021માં ખાસ ફીચર રજૂ કર્યું હતું, જેનું નામ મ્યૂટ વીડિયો છે. આ ફીચરના માધ્યમે યૂઝર્સ વીડિયો મોકલતા પહેલા તેનો અવાજ મ્યૂટ કરી શકશે. એટલે કે, જ્યારે બીજા યૂઝરને વીડિયો મળશે, ત્યારે તેમાં કોઇપણ અવાજ નહીં હોય. જણાવવાનું કે આ ફીચર પર ઘણા સમયથી વૉટ્સએપ કામ કરી રહ્યું હતું.

આ રીતે કરવો મ્યૂટ વીડિયો ફીચરનો ઉપયોગ
- તમે જે યૂઝરને અવાજ વગરનો વીડિયો મોકલવા માગો છો, સૌથી પહેલા તેના વૉટ્સએપ અરકાઉન્ટ પર જવું
- અહીં મેસેજ બૉક્સ પર ક્લિક કરીને ગેલરીમાં જવું અને તે વીડિયોની પસંદગી કરવી, જે તમે મોકલવા માગો છો.
- જેવું તમે વીડિયો પર ક્લિક કરશો, ત્યારે તમને ટૉપ લેફ્ટ સાઇડમાં સ્પીકર આઇકન દેખાશે, તેના પર ટૅપ કરવું
- આમ કરતાની સાથે જ વીડિયોનો અવાજ બંધ થઈ જશે.

whatsapp tech news technology news