WhatsApp ચેટિંગનો આનંદ થશે બમણો, અત્યારે જ ટ્રાય કરો આ સીક્રેટ ટ્રિક્સ

02 September, 2022 09:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વૉટ્સએપ સીક્રેટ ટ્રિક્સ વિશે ખબર હોય તો ચેટિંગનો આનંદ બમણો થઈ જશે. અહીં તમને જણાવીએ વૉટ્સએપની કેટલીક એવી જ સીક્રેટ ટ્રિક્સ વિશે. જાણો વધુ...

પ્રતીકાત્મક તસવીર

WhatsApp, યૂઝર્સનો ચેટિંગ એક્સપિરિયન્સ વધારે સારો બનાવવા માટે નવા-નવા ફીચર ઑફર કરવામાં આવે છે. વૉટ્સએપ ચેટિંગનો આનંદ ત્યારે હજી વધી જાય, જ્યારે તમને તેની સીક્રેટ ટ્રિક્સ વિશે ખબર હોય. અહીં તમને જણાવીએ કેટલીક વૉટ્સ સીક્રેટ ટ્રિક્વ વિશે જેની મદદથી તમે વૉટ્સએપ પર પણ હાય-ક્વૉલિટી ફોટો શૅર કરી શકશો. આ સિવાય તમે ડિસઅપિયરિંગ મેસેજનો પણ ડિફૉલ્ટ ટાઇમર સેટ કરીને વધુ ખાસ ચેટ કે ગ્રુપનું હોમ સ્ક્રીન શૉર્ટકટ ક્રિએટ કરવાની રીત પણ જાણી જશો.

વૉટ્સએપમાં આ રીતે શૅર કરો હાય ક્વૉલિટી ફોટો
વૉટ્સએપમાં ફોટો શૅર કરતી વખતે તેની ક્વૉલિટી ઘણી બગડી જાય છે. તમે પણ જો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, તો હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. વૉટ્સએપ પર હાય-ક્વૉલિટી ફોટો શૅર કરવા માટે તમારે સેટિંગ્સમાં નાનકડો ફેરફાર કરવાનો રહેશે. સૌથી પહેલા વૉટ્સએપ સેટિંગ્સમાં જઈને સ્ટોરેજ એન્ડ ડેટા ઑપ્શનમાં નીચે આપેલા ફોટો અપલોડ ક્વૉલિટી પર ક્લિક કરવું. અહીં તમને ત્રણ ઑપ્શન મળશે. આમાંથી તમને Best Qualityને સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે તસવીરને તેની ઑરિજિનલ ક્વૉલિટી સાથે મોકલવા માગો છો, તો તમારે ઇમેજ ડૉક્યુમેન્ટ્સ તરીકે જ સેન્ડ કરવી જોઇએ.

ડિસઅપિયરિંગ મેસેજ માટે સેટ કરો ડિફૉલ્ટ ટાઇમર
વૉટ્સએપનું ડિસઅપિયરિંગ મેસેજ ફીચર ખૂબ જ કામનું છે. આ ફીચરની મદદથી મોકલવામાં આવેલ મેસેજ રિસીવરની ચેટથી સેટ ટાઈમ લિમિટ બાદ ઑટોમેટિકલી ડિલીટ થઈ જાય છે. આ માટે તમારે વૉટ્સએપ સેટિંગ્સમાં જવાનું રહેશે. ત્યાર બાદ અકાઉન્ટ્સમાં આપવામાં આવેલ પ્રિવસી ઑપ્શન પર ટેપ કરવું અને ડિફૉલ્ટ મેસેજ ટાઇમરને સિલેક્ટ કરવું. અહીં તમને મેસેજના ઑટોમેટિકલી ડિલીટ થવા માટે 24 કલાક, 7 દિવસ અને 90 દિવસનું ઑપ્શન મળશે. અહીંથી તમારે પોતાની જરૂરિયાત પ્રમાણે એક ઑપ્શન સિલેક્ટ કરી ડિસઅપિયલિંગ મેસેજની ટાઈમ લિમિટ સેટ કરી શકો છો.

હોમ સ્ક્રીન પર ક્રિએટ કરો ચેટ અથવા ગ્રુપ શૉર્ટકટ
જો તમે કોઈ ગ્રુપ કે કૉન્ટેક્ટ સાથે સૌથી વધારે ચેટ કરો છો, તો આ માટે તમે તમારા ફોનની હોમ સ્ક્રીન પર એક શૉર્ટકટ ક્રિએટ કરી શકો છો. આમ કરવાથી તમને મેસજ જોવા કે રિપ્લાય કરવા માટે વારંવાર વૉટ્સએપ એપ્લિકેશનમાં જવાની જરૂર નહીં પડે. સૌથી પહેલા જે ચેટ કે ગ્રુપનું તમે હોમ સ્ક્રીન પર શૉર્ટકટ ક્રિએટ કરવા માગો છો તેમાં જાઓ. અહીં તમને ઉપર જમણી બાજુ આપવામાં આવેલા ત્રણ ટપકાં પર ક્લિક કરીને `More` ઑપ્શન સિલેક્ટ કરવું. અહીં તમને સૌથી નીચે Add to Shortcutનું ઑપ્શન દેખાશે.

tech news technology news whatsapp