WhatsAppની પ્રાઇવસી પૉલિસી પર વિવાદ, જાહેરાત દ્વારા કરી સ્પષ્ટતા

13 January, 2021 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

WhatsAppની પ્રાઇવસી પૉલિસી પર વિવાદ, જાહેરાત દ્વારા કરી સ્પષ્ટતા

તસવીર સૌજન્ય જાગરણ

ફેસબૂકની ઓનરશિપ ધરાવનાર મેસેજિંગ એપ વૉટ્સએપની પ્રાઇવસી પૉલિસીને લઈને ઘણાં વિવાદ થઈ રહ્યા છે. મંગળવારે વૉટ્સએપએ આ વિશે સ્પષ્ટતા આપતા કહ્યું કે પૉલીસીમાં તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારથી મિત્રો કે પરિવાર સાથે થતી તમારે મેસેજની પ્રાઇવસી પર કોઇપણ પ્રકારની અસર નહીં પડે. વૉટ્સએપએ આજે (બુધવારે) સવારે એક વાર ફરી મોટા છાપાના પહેલા પાને જાહેરાત આપી છે, જેનું શીર્ષક છે, "વૉટ્સએપ તમારી પ્રાઇવસીનું સન્માન અને સુરક્ષા કરે છે." તો બીજી અને સોશિયલ મીડિયા યૂઝર્સ આ જાહેરાતને લઇને વૉટ્સએપ પર નિશાનો સાધી રહ્યા છે.

ટ્વિટર પર કેટલાય યઝર્સે આ અખબારોના પહેલા પાનાંની તસવીરને લઈને વૉટ્સએપ પર નિશાનો સાધ્યો છે. યૂઝર્સ વૉટ્સએપ દ્વારા સ્પષ્ટતા આપવા માટે અખબારો પર જાહેરાત આપવાને લઈને કટાક્ષ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે ડિજિટલ પ્લેટફૉર્મ વૉટ્સએપને પ્રાઇવસી પૉલિસી સંબંધે સ્પષ્ટીકરણ આપવા માટે પ્રિન્ટ મીડિયમનો સહારો લેવા પડી રહ્યો છે.

PayTmના ફાઉન્ડર વિજય શેખર શર્મા (Vijay Shekhar Sharma)એ પણ આ જાહેરાતો પર વૉટ્સએપ પર નિશાનો સાધતા તેણે આ કંપનીના દ્વિપક્ષી વલણના માપદંડને લઈને કટાક્ષ કર્યો છે.

સોશિયલ મીડિયા પર વૉટ્સએપની પ્રાઇવસી પૉલિસીને લઈને ઘણાં મીમ વાયરલ થઈ રહ્યા છે. તો બીજી તરફ આ વિવાદને કારણે મોટી સંખ્યામાં લોકોએ વૉટ્સએપને અન-ઇન્સ્ટૉલ પણ કર્યા છે. લોકો મેસેજિંગ એપ ટેલીગ્રામ તે સિગ્નલ ડાઉનલોડ કરી રહ્યા છે. જણાવવાનું કે વૉટ્સએપે પોતાની જાહેરાતમાં સ્પષ્ટતા કરી છે કે નવી પૉલિસી થકી યૂઝર્સના મેસેજની પ્રાઇવસી પર કોઇ પ્રભાવ નહીં પડે. વૉટ્સએપ તરફથી કહેવામાં આવ્યું છે, "તમારી પ્રાઇવસીનું સન્માન અમારા DNAમાં ભરાયેલું છે."

tech news technology news whatsapp