એવું તો શું હતું આ જૂતાંમાં કે લૉન્ચ થયાના અડધો કલાકમાં જ વેચાઈ ગયાં?

30 April, 2021 02:41 PM IST  |  Mumbai | Aparna Shirish

ડિઝની પિક્સરની ઍનિમેટેડ સિરીઝ લાઇટનિંગ મૅકક્વીન પરથી ૨૦૦૬માં ફિલ્મ પણ બની હતી જેને બેસ્ટ ઍનિમેટેડ ફીચર ફિલ્મની કૅટેગરીમાં ઑસ્કર નૉમિનેશન પણ મળ્યું હતું

જૂતાં

ઘણી વાર કિડ્સ માટેનાં કૉમિક્સ ટીનેજર્સ અને મોટી ઉંમરના લોકોને પણ બહુ ગમતાં હોય છે અને એટલે જ જ્યારે કૉમિક્સ થીમની કોઈ નવી પ્રોડક્ટ લૉન્ચ થવાની હોય ત્યારે બાળકોની સાથે મોટેરાંઓમાં પણ જબરો ઉત્સાહ જોવા મળે છે. આવું જ કંઈક થયું હાલમાં લાઇટનિંગ મૅકક્વીન કાર થીમવાળાં જૂતાંનું.  

વાત એમ છે કે હજી ચાર દિવસ પહેલાં એટલે કે ૨૬ એપ્રિલે રબરનાં જૂતાં બનાવતી ક્રૉક્સ કંપનીએ ડિઝની પિક્સર કંપની સાથે મળીને લોકપ્રિય એવી કૉમિક્સ લાઇટનિંગ મૅકક્વીન કાર થીમનાં મોટાઓ માટેનાં ક્લોગ પ્રકારનાં જૂતાં ઑનલાઇન સેલ માટે મૂક્યાં હતાં. જૂતાં હતાં લિમિટેડ એડિશન અને મૅકક્વીન કાર કૉમિક કૅરૅક્ટર બાળકો સાથે જ મોટાઓમાં પણ ખૂબ પૉપ્યુલર છે. આવામાં એલઈડી લાઇટ લગાવેલા અને ૫૦ ડૉલર એટલે કે આશરે ૩૭૨૨ રૂપિયાની કિંમતનાં આ જૂતાં ઑનલાઇન આવવાની સાથે જ ફક્ત અડધો કલાકમાં સોલ્ડ આઉટ થઈ ગયાં હતાં. પરિણામે જૂતાં ખરીદવા ન મળી શક્યાં હોવાની નિરાશા લોકોએ સોશ્યલ મીડિયા પર મિમ્સ બનાવીને વ્યક્ત કરી હતી અને એ ટૉપિક બે દિવસ સુધી માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વિટર પર ટ્રેન્ડિંગ રહ્યો હતો.

columnists