Whatsapp પેમેન્ટને ભારતમાં લીલી ઝંડી, ગૂગલ પે સામે મોટો પડકાર

06 November, 2020 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Whatsapp પેમેન્ટને ભારતમાં લીલી ઝંડી, ગૂગલ પે સામે મોટો પડકાર

વોટ્સએપ પે

ફેસબુક ઑનર્ડ મેસેજિંગ એપ વૉટ્સએપને ભારતમાં પેમેન્ટ શરૂ કરવાની પરવાનગી મળી ગઈ છે. નેશનલ પેમેન્ટ સેવા શરૂ કરવાની પરવાનગી મળી ગઈ છે. નેશનલ પેમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)એ Whatsapp Payને લીલી ઝંડી આપી દીધી છે પણ શરત એ મૂકવામાં આવી છે કે હાલ 2 કરોડ યૂઝર્સ માટે આ લાગૂ પાડવામાં આવશે. ભારતમાં વૉટ્સએપના યૂઝર્સની સંખ્યા 40 કરોડ કરતા વધારે છે.

ભારતમાં વૉટ્સએપ પેને પરવાનગી મળ્યા પછી PhonePe, Google pay જેવી યૂપીઆઇ એપની મુશ્કેલીઓ વધવાની છે, કારણકે વૉટ્સએપથી પેમેન્ટ થવા પર લોકોને સૌથી વધું ફાયદો એ થશે કે પેમેન્ટ વૉટ્સએપથી જ થવાને કારણે તેમણે એક નવા એપને ફોનમાં રાખવાની જરૂર નહીં હોય. જણાવવાનું કે તાજેતરમાં ફોનપેએ કહ્યું હતું કે તેના યૂઝર્સની સંખ્યા 25 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે.

 બે વર્ષથી થઈ રહી છે ટેસ્ટિંગ

વૉટ્સએપને ફક્ત સરકાર તરફથી લીલી ઝંડી મળવાનો ઇંતેજાર હતો, કારણકે કંપની છેલ્લા બે વર્ષથી ભારતમાં વૉટ્સએપ પેની ટેસ્ટિંગ કરી રહી છે. કેટલાય હજાર યૂઝર્સ પહેલાથી જ બીટા વર્ઝન પર વૉટ્સએપ પેનો ઉપયોગ કરી રહ્યા છે. એવામાં આશા છે કે કંપની ટૂંક સમયમાં જ વૉટ્સએપ પેને ભારતમાં રિલીઝ કરશે. નવા અપડેટ પછી તમને કોઇ અન્ય યૂપીઆઇ એપની જેમ યૂપીઆઇ પિન બનાવવાનો રહેશે અને ત્યાર પછી તમે પેમેન્ટ કરી શકશો.

 NPCIએ નક્કી કરી થર્ડ પાર્ટી એપ માટે લેવડદેવડની સીમા

NPCIએ નક્કી કરી થર્ડ પાર્ટી એપ માટે યૂપીઆઇ લેવડદેવડની સીમા નક્કી કરી છે જે એક જાન્યુઆરી 2021થી લાગૂ થશે. નવા નિયમ હેઠળ સિંગલ થર્ડ પાર્ટી એપ કુલ યૂપીઆઇ લેવડદેવડનો મેક્સિમમ 30 ટકા જ હશે. સરકારે આ નિર્ણય યૂપીઆઇમાં કોઇક એપના એકાધિકારને અટકાવવા માટે કર્યો છે.

એનપીસીઆઇએ તાજેતરમાં જ ભારતમાં હવે દર મહિને બે અરબ યૂપીઆઇ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. એક જાન્યુઆરી 2021થી લાગૂ થતાં નવા નિયમને એક ઉદાહરણથી સમજીએ તો માનો કે જૂદી જુદી યૂપીઆઇ એપથી દર મહિને ત્રણ અરબ યૂપીઆઇ ટ્રાન્ઝેક્શન થાય છે તો આનો 30 ટકા એટલે કે મેક્ઝિમમ 90 લાખ ટ્રાન્ઝેક્શન જ કોઇક થર્ડ પાર્ટી એપ એટલે કે પેટીએમ, ગૂગલ અને જિયો પર એક મહિનામાં કરી શકાશે.

tech news technology news whatsapp