Google Play Store માં ફરી આ જાણીતી એપની થઇ વાપસી

08 September, 2019 10:05 PM IST  |  Mumbai

Google Play Store માં ફરી આ જાણીતી એપની થઇ વાપસી

ગુગલ પ્લે સ્ટોર

Mumbai : Google છેલ્લા ઘણા સમયથી એક્ટીવ થયું છે અને પ્લે સ્ટોરમાં વાયરસ ધરાવતી અને ગેર માર્ગે દોરતી એપ્લીકેશનને દુર કરી રહી છે. ત્યારે ગત મહિને લોકોમાં જાણીતી બનેલી CamScanner એપ્લીકેશનના માધ્યમથી તમારા સ્માર્ટ ફોનમાં માલવેર વાઇરસ ફેલાવવાના કારણે ગુગલે પ્લે સ્ટોરમાંથી દુર કરી હતી. Kasperky Lab એ ગુગલને જણાવ્યું હતું કે કેમ સ્કેનરમાં માલવેર જોવા મળ્યું છે. ત્યાર બાદ કંપનીએ આ સમસ્યા દુર કરી હતી અને પ્લે સ્ટોરમાં ફરી ઉમેરવામાં આવી છે. મહત્વનું છે કે CamScanner એપ્લિકેશને આ પહેલા 100 મિલિયનથી પણ વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી હતી અને લોકોમાં આ એપ્લિકેશન લોકપ્રીય હતી.


CamScanner હવે નવા વર્ઝન સાથે પ્લે સ્ટોરમાં ઉપ્લબ્ધ છે
લોકોની લોકપ્રીય એપ્લિકેશન કેમેસ્કેનરના હવે નવા વર્ઝન 5.12.5 સાથે ઉપલબ્ધ છે. કેમેસ્કેનરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે કે એપ્લિકેશન પ્લે સ્ટોર પર આવી ગઈ છે અને હવે તેનો ઉપયોગ સુરક્ષિત છે. જેમને ખબર નથી તેમને જણાવી દઈએ કે આ એક લોકપ્રિય ફોટો સ્કેનીંગ એપ્લિકેશન છે. તેની સહાયથી વપરાશકર્તાઓ PDF બનાવી શકે છે.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

માલવેરની અસર માત્ર Android વર્ઝન પર જ અસર થઇ હતી
કેમ સ્કેનરને દુર કરવા પાછળનું મુખ્ય કારણ Kasperky Lab સિક્યુરિટી ફર્મને ‘Trojan-Dropper.AndroidOS.Necro.n’ નામનું માલવેર મોડ્યુલ મળ્યું હતું. આ માલવેર અગાઉ કેટલીક એપ્લિકેશન્સમાં પણ જોવા મળ્યું હતું, જે કેટલાક ચાઇનીઝ સ્માર્ટફોન સાથે પહેલાથી પ્રીલોડેડ થયેલ હતું. કેમસ્કેનરે તરત જ શોધી કાઢ્યું કે આ મોડ્યુલ જાહેરાત SDKમાં છે. આ ઈંફેક્ટેડ એપ્લિકેશનનો વર્ઝન નંબર 5.11.7 હતો. આ SDK AdHub નામના થર્ડ પાર્ટી દ્વારા ઉપલબ્ધ કરાઈ હતી. તે અનધિકૃત એડ ક્લિક્સ બનાવી રહ્યું હતું. જો કે, જણાવી દઈએ કે આ માલવેર ફક્ત એન્ડ્રોઇડ વર્ઝનમાં જ મળી આવ્યું હતું, જ્યારે આઇઓએસ વર્ઝનને અસર થઈ ન હતી.

technology news google