Vodafone-Idea થઈ શકે છે બંધ, ખુદ ચેરમેન કહી આટલી મોટી વાત

06 December, 2019 03:29 PM IST  |  Mumbai

Vodafone-Idea થઈ શકે છે બંધ, ખુદ ચેરમેન કહી આટલી મોટી વાત

શું થશે વોડાફોન-આઈડિયાનું

આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું છે કે જો સરકાર રાહત નહીં આપે તો, વોડાફોન-આઈડિયા બંધ થઈ જશે. બિરલાએ શુક્રવારે એક સમિટમાં કહી. તેમણે કહ્યું કે જો સરકાર માંગવામાં આવી છે એટલી રાહત નહીં આપે તો તેમણે પોતાની દુકાન એટલે કે વોડાફોન-આઈડિયાને બંધ કરવું પડશે. બિરલાએ એ વાત એ સવાલના જવાબમાં કહ્યું, જેમાં તેમને સરકારથી રાહત નહીં મળવાની સ્થિતિમાં કંપનીની રણનીતી વિશે પુછવામાં આવ્યું હતું. બિરલા વોડફોન ઈન્ડિયા અને આઈડિયા સેલ્યુલરના વિલયથી બનેલી કંપની વોડાફોન-આઈડિયાના ચેરમેન છે.

પોતાના આ નિવેદનના માધ્મયથી બિરલાએ સંકેત આપ્યા છે કે જો સરકારથી રાહત નથી મળી, તો તેઓ કંપનીમાં કોઈ વધુ રોકણ નહીં કરે. બિરલાએ કહ્યું કે ડૂબતા પૈસામાં વધુ રોકાણ કરવાનો કોઈ મતલબ નથી. તેમણે કહ્યું કે જો સરકાર પાસેથી રાહત નથી મળતી તો તે કંપનીને દેવાળિયાની પ્રક્રિયામાં લઈ જવામાં આવશે.

બિરલાના આ નિવેદનથી દેશના ત્રીજા સૌથી મોટા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરના ભવિષ્ય પર કાળા વાદળો છવાયા છે. કેએમ બિરલાનું આ નિવેદન તેમના ટેલિકૉમ વેન્ચરને ઓવરસીઝ પાર્ટનર વોડાફોનના સીઈઓ નિક રીડ દ્વારા ગયા મહિને આપવામાં આવેલા નિવેદન બાદ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે, 'જો તમને કોઈ સમાધાન નથી નજર આવી રહ્યું, તો સ્થિતિ ગંભીર છે. તેનાથી તમે લિક્વિડેશનની તરફ આગળ વધી રહ્યા છે.'

આ પણ જુઓઃ બિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..

મહત્વનું છે કે વોડફોન આઈડિયાને ચાલૂ નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં ભારતના કોર્પોરેટ ઈતિહાસનું સૌથી વધારે એક ત્રિમાસિકનું નુકસાન થયું હતું. કંપનીને આ ત્રિમાસિકમાં 50, 922 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. વોડાફોન-આઈડિયાને થયેલું આ નુકસાન કંપનીએ દર વર્ષે કમાયેલાના નાણાંના 10 ગણા બરાબર છે. તો સુપ્રીમ કોર્ટે આપેલા AGR Verdictમાં વોડાફોન-આઈડિયાને 28, 300 કરોડ રૂપિયાની ચુકવણી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

idea vodafone tech news