Vodafoneએ લૉન્ચ કર્યો Jioથી પણ સસ્તો પ્લાન

14 January, 2019 04:29 PM IST  | 

Vodafoneએ લૉન્ચ કર્યો Jioથી પણ સસ્તો પ્લાન

વોડફોન-આઇડિયાએ લૉન્ચ કર્યો જિયોથી પણ સસ્તો પ્લાન

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની Vodafone-Ideaએ પોતાના યૂઝર્સ માટે નવો બંપર પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને 365 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાનનો મુકાબલો રિલાયંસ jioના 1699 રૂપિયાના પ્લાન સાથે થશે. Vodafone-Ideaના આ નવા પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ વૉઈસ કૉલિંગ, ફ્રી SMS અને ડેટાનો લાભ પણ મળે છે. વોડાફોન આઈડિયાનો આ પ્લાન રિલાયંસ જિયોના વાર્ષિત પ્લાન કરતા 200 રૂપિયા સસ્તો છે. સાથે જ, આ પ્લાનમાં મળતા ઑફર્સની વાત કરીએ તો વોડાફોન આઈડિયાના આ પ્લાનમાં જિયો કરતા ઓછો ડેટા મળે છે.

વોડાફોન-આઇડિયાનો 1, 499 વાળો પ્લાન

Vodafone-Ideaના આ વાર્ષિક પ્લાનની કિંમત 1, 499 રૂપિયા છે. આ પ્લાનમાં મળતા ફાયદાઓની વાત કરીએ તો તેમાં યૂઝર્સને પ્રતિ દિવસ 1 GB ડેટા મળે છે. આ સિવાય યૂઝર્સને અનલિમિટેડ વૉઈસ કૉલિંગનો પણ લાભ મળે છે. રોમિંગમાં પણ યૂઝર્સ આ ફાયદાઓ મેળવી શકે છે. આ સાથે જ યૂઝર્સને રોજના 100 SMSનો લાભપણ મળી શકે છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.

આ પણ વાંચોઃ તમારી Whatsapp ચેટ બનશે ફિંગરપ્રિંટ ઓથેન્ટિકેશનથી સુરક્ષિત

જિયોનો 1, 699 વાળો પ્લાન

રિલાયંસ જિયોના વાર્ષિક પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં યૂઝર્સને 1, 699નું રિચાર્જ કરાવવાનું રહે છે. આ પ્લાનમાં મળતા ફાયદાઓની વાત કરીએ તો તેમાં યૂઝર્સને અનલિમિટેડ વૉઈસ કૉલિંગનો લાભ મળી શકે શકે છે. રોમિંગમાં પણ યૂઝર્સ આ ફાયદાઓ મેળવી શકે છે. આ સાથે જ યૂઝર્સને રોજના 100 SMSનો લાભપણ મળી શકે છે. 365 દિવસની વેલિડિટી ધરાવતા આ પ્લાન સાથે યૂઝર્સને જિયો મૂવિઝ, જિયો ટીવી, જિયો સાવન મ્યૂઝિક એપ સહિતની સુવિધાઓ ફ્રીમાં મળે છે.