તમારી Whatsapp ચેટ બનશે ફિંગરપ્રિંટ ઓથેન્ટિકેશનથી સુરક્ષિત

Jan 10, 2019, 14:13 IST

ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ફીચર એપમાં જ એક નવું સેક્શન પણ અપડેટ કરવામાં આવશે. આ ફિંગરપ્રિન્ટ ફીચર એક્ટિવ કર્યા પછી તમારું Whatsapp સંપૂર્ણ રીતે સુરક્ષિત થઈ જશે. યૂઝર્સે Whatsapp ખોલવા પહેલા જ આ ફીચરને ઓથેન્ટિક કરવું પડશે.

તમારી Whatsapp ચેટ બનશે ફિંગરપ્રિંટ ઓથેન્ટિકેશનથી સુરક્ષિત
Whatsapp આપશે પ્રાઈવસી અને સુરક્ષા

Whatsapp તેના યૂઝર્સના મનોરંજનને વધારવા માટે નવા ફીચર્સ અપડેટ કરતી રહે છે. આ વખતે ફરી એકવાર Whatsapp નવા ખાસ ફીચર સાથે આવી રહ્યું છે. જે તમારા Whatsappને પ્રાઈવસી અને સુરક્ષા પણ આપશે. તમારી ચેટ કોઈ બીજું જોઈ ન શકે તે માટે Whatsapp ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ફીચર સાથે આવી રહી છે. ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશનના કારણે યૂઝર્સ તેમની ચેટને સુરક્ષિત રાખી શકશે. WeBetaInfo અનુસાર , આ ફીચર પહેલા એન્ડ્રોઈડ બીટા 2.19.3 વર્ઝનમાં ટેસ્ટ કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર , IOS માટે ફેસ આઈડી અને ટચ આઈડી પર કામ કર્યા પછી Whatsapp હવે ઓથેન્ટિકેશન ફીચર પર કામ કરશે.

ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ફીચર એપમાં જ એક નવું સેક્શન પણ અપડેટ કરવામાં આવશે. આ ફિંગરપ્રિન્ટ ફીચર એક્ટિવ કર્યા પછી તમારું Whatsapp સંપૂર્ણ રીતે સુરક્ષિત થઈ જશે. યૂઝર્સે Whatsapp ખોલવા પહેલા જ આ ફીચરને ઓથેન્ટિક કરવું પડશે. માત્ર Whatsapp ખોલવા માટે જ નહીં, નોટિફિકેશનમાં આવેલા મેસેજ વાંચવા માટે પણ ઓથેન્ટિકેશનની જરૂર પડશે.

Android Marshmallow થી ઉપરના એન્ડ્રોઈડ ફોન પર whatsappનું આ ફીચર અપડેટ કરવામાં આવશે. એન્ડ્રોઈડમાં અપડેટ કર્યા પછી આ ફીચર IOS યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK