સ્માર્ટફોન બજારમાં ક્રાંતિ, માત્ર 13 મિનિટમાં ચાર્જ થશે 4,000 Mah બેટરી

20 June, 2019 06:30 PM IST  |  મુંબઈ

સ્માર્ટફોન બજારમાં ક્રાંતિ, માત્ર 13 મિનિટમાં ચાર્જ થશે 4,000 Mah બેટરી

એવુ લાગી રહ્યું છે કે, vivo એક નવી ફાસ્ટ-ચાર્જિંગ ટેક્નોલોજી-સુપરફ્લેશચાર્જને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. Vivo દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં જાહેર કરાયેલા ટીઝરને જોઈને લાગી રહ્યું છે કે, 120w ફાસ્ટ ચાર્જિંગ સોલ્યુશન હશે. હાલમાં અવેલેબલ ફાસ્ટેસ્ટ ચાર્જિંગ સિસ્ટમ કરતા આ ચાર્જિંગ સિસ્ટમ ઘણી ફાસ્ટ હશે. ટીઝરમાં એમ પણ બતાવવામાં આવ્યું છે કે, 120w સુપર ફ્લેશચાર્જ 4000 એમએએચ બેટરીને માત્ર 13 મિનિટમાં ચાર્જ કરી દે છે. સ્માર્ટફોન બજારમાં મળી રહેલા ફાસ્ટ ચાર્જરના મુકાબલે આ સિસ્ટમ ઘણી ફાસ્ટ છે.

 4000 mah બેટરી માત્ર 13 મિનિટમાં ચાર્જ

 26 થી 28 જૂન વચ્ચે ચીનમાં થનાર mwc 2019માં 120w સુપર ફ્લેશચાર્જ ટેક્નોલોજી સાથે 5જી સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. 120wની પાવરફૂલ ચાર્જિંગ ટેક્નોલોજીને સૌથી પહેલા  weibo પર પોસ્ટ કરવામાં આવી હતી. આ જાહેરાતની ખાસ વાત હતી કે, આ શાઓમીની  જાહેરાતના કેટલાક મહિનાઓ પછી તરત જ કરવામાં આવી હતી. શાઓમી થોડા સમય પહેલા જ ફાસ્ટેસ્ટ ચાર્જિંગ અને 5જી ફોનને લઈને પોસ્ટ કરી હતી. શાઓમીની પોસ્ટ અનુસાર તેઓ માર્કેટમાં 100wની ચાર્જિંગ ટેક્નોલોજી લઈને આવી રહી છે જેની મદદથી 4000mahનો ફોન માત્ર 17 મિનિટમાં ચાર્જ થઈ શકે છે.

 Huaweiની 55W સુપર ચાર્જ ફાસ્ટ ટેક્નોલોજીને શાઓમીને પાછળ મુકવાનું છે. Huaweiએ આ ટેક્નોલોજીની જાહેરાત ફોલ્ડેબલ Huawei Mate Xના લોન્ચ કરી હતી. હાલ Vivoએ ચાર્જિંગના મામલે અન્ય કંપનીઓને પાછળ મુકી છે. 120w સુપર ફ્લેશચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સોલ્યૂશન સાથે Vivo ફાસ્ટેસ્ટ સ્માર્ટફોન ચાર્જિંગના મામલે પહેલા સ્થાને પહોંચી ગઈ છે.

tech news life and style