Amazon ચાલી રહેલા Vivo Carnival સેલમાં મેળવો 15,800 સુધીનું ડિસ્કાઉન્ટ

20 June, 2019 05:15 PM IST  |  મુંબઈ

Amazon ચાલી રહેલા Vivo Carnival સેલમાં મેળવો 15,800 સુધીનું ડિસ્કાઉન્ટ

20 જૂનથી પ્રમુખ ઈ કોમર્સ વેબસાઈટ એમેઝોન પર વીવો કાર્નિવલનું આયોજન કરાઈ રહ્યું છે. આ બે દિવસના સેલમાં વીવોના લેટેસ્ટ સ્માર્ટ ફોન પર ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર આપવામાં આવી છે. આ સેલમાં તમે સ્માર્ટ ફોનની ખરીદી પર 15,800 સુધીનો ફાયદો મેળવી શકો છો. વીવો કાર્નિવલ સેલ 21 જૂન સુધી ચાલવાનું છે. જેમાં 12 હજાર સુધીની એક્સચેન્જ ઓફર, નો કોસ્ટ ઈએમઆઈ તરીકે 2,300ની ઓફર આપવામાં આવી રહી છે. અને જો તમારી પાસે ICICI બેન્કનું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ હોય તો તમે 1,500નું ઈન્સટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. ચાલો જાણીએ આ સેલમાં કયા સ્માર્ટ ફોન પર કેટલું ડિસ્કાઉન્ટ મળે છે.

Vivo V15, V15 Pro

તાજેતરમાં જ લૉન્ચ થયેલા વીવોના આ પોપ અપ સેલ્ફી કેમેરાવાળા સ્માર્ટ ફોન પર 3 હજાર સુધીની એક્સચેન્જ ઓફર મળી રહી છે. ફોનની શરૂઆતી કિંમત 19,999 છે, જેમાં 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા અવેલેબલ છે. V15 Proમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે, જ્યારે V15માં રિયર માઉન્ટેડ ફિઝિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. Vivo V15 માં 6GB+64GBનું સ્ટોરેજ અવેલેબલ છે. આ સિરીઝના સ્માર્ટ ફોનને એમેઝોન પર ખરીદી શકાય છે.

Vivo Y17 અને Y15

આ વર્ષે લૉન્ચ થયેલા Vivoના Y-સિરીઝના બંને ફોન શાનાદાર છે, તેના પર 2 હજાર સુધીની એક્સચેન્જ ઓફર અવેલેબલ છે. Vivo Y17ની કિંમતમાં Rs 3,000નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્માર્ટ ફોન પર Rs 18,990ની MRPના બદલે Rs 15,990ની કિંમતમાં મળી રહ્યો છે. બંને સ્માર્ટ ફોન 16 મેગાપિક્સલના સેલ્ફી કેમેરા અને 5 હજાર MAHની દમદાર બેટરી સાથે અવેલબલ છે. આ સિરીઝમાં સ્માર્ટ ફોન Vivo Y17ને એમેઝોન પર ખરીદી શકાય છે.

આ પણ વાંચોઃ Reliance Jio ના કારણે ઇન્ટરનેટ યુઝર્સમાં ભારતે અમેરીકાને પછાડ્યું

Vivo Y12

Vivo Y-સિરીઝના સૌથી લેટેસ્ટ સ્માર્ટ ફોન Vivo Y12 પર પણ Rs 2,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્માર્ટ ફોનની MRP Rs 14,990 છે. આ સ્માર્ટ ફોનને તમે સેલમાં 12,490 રૂપિયાની કિમતમાં ખરીદી શકો છો. આ સ્માર્ટ ફોન ટ્રિપલ, રિયર કેમેરા સેટ અપ અને 5 હજાર MAHની દમદાર બેટરી સાથે ઉપલબ્ધ છે. તેમાં 13+2+8 મેગાપિક્સલનો ટ્રિપલ રિયલ કેમેરા અવેલબલ છે. ફોન વોટર ડ્રોપ નૉચ ફીચર, 4GB+32GB સ્ટોરેજ ઓપ્શન સાથે અવેલેબલ છે.

amazon tech news technology news life and style