Reliance Jio ના કારણે ઇન્ટરનેટ યુઝર્સમાં ભારતે અમેરીકાને પછાડ્યું

મુંબઈ | Jun 14, 2019, 16:17 IST

ભારતમાં રિલાયન્સ જિયોની માર્કેટમાં એન્ટ્રીના કારણે ટેલીકોમની ઇન્ડસ્ટ્રીની સાથે ઇન્ટરનેટની દુનિયામાં પણ ધમાકો મચી ગયો હતો.

Reliance Jio ના કારણે ઇન્ટરનેટ યુઝર્સમાં ભારતે અમેરીકાને પછાડ્યું
પ્રતિકાત્મક તસ્વિર

મુંબઇ : ભારતમાં રિલાયન્સ જિયોની માર્કેટમાં એન્ટ્રીના કારણે ટેલીકોમની ઇન્ડસ્ટ્રીની સાથે ઇન્ટરનેટની દુનિયામાં પણ ધમાકો મચી ગયો હતો. તેના કારણે દેશમાં ઇન્ટરનેટના યુઝર્સની સંખ્યામાં પણ તોતીંગ વધારો નોંધાયો હતો. તાજેતરમાં આવેલા એક રિપોર્ટના અનુસાર ઇન્ટરનેટના દુનિયાભરમાં કૂલ યૂજર્સમાં ભારતની 12 ટકા ભાગીદારી છે. તેનાથી ભારત ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની બીજી સૌથી વસ્તીવાળો દેશ બની ગયો છે. મૈરી મીકરની ઇન્ટરનેટ પ્રવૃત્તિ પર આવેલા 2019ના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે.

અયારે વિશ્વમાં 3.8 અરબ ઇન્ટરનેટ યૂજર્સ
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે રિલાયન્સ જિયોને અમેરિકાની બહારની સૌથી ઇનોવેટિવ કંપનીઓમાંથી એક નિવેદન જણાવવામાં આવ્યું છે. આ રિપોર્ટના અનુસાર દુનિયાભરમાં લગભગ 3.8 અરબ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ દુનિયાની કુલ વસ્તીની અડધાથી વધુ છે. તેમાં 21 ટકા ઇન્ટરનેટ યૂજર્સ સાથે ચીન ટોપ પર છે. અમેરિકામાં દુનિયાભરના ઇન્ટરનેટ યૂજર્સના ફક્ત 8 ટકા છે.

કયા દેશમાં કેટલા ટકા ઇન્ટરનેટ યૂજર
ચીન :21 ટકા
ભારત:12 ટકા
યુએસએ :08 ટકા

આ પણ વાંચો : વધુ પડતા મેસેજ કર્યા તો WhatsApp લેશે લીગલ એક્શન

જિયોના 30.7 કરોડ મોબાઇલ ફોન યૂજર્સ
દુનિયાભરમાં ઇન્ટરનેટ યૂજર્સની વૃદ્ધિ દર મજબૂતી બની છે. વર્ષ 2018માં છ ટકા રહ્યો. જોકે આ 2017ના 7 ટકાના મુકાબલે ઓછો છે. રિપોર્ટ અનુસાર રિલાયન્સ જિયોના 30.7 કરોડ મોબાઇલ ફોન યૂજર્સ છે. તેમાં જિયોના પ્રમુખ મુકેશ અંબાણીના હવાલેથી કહેવામાં આવ્યું છે કે તે એક હાઇબ્રિડ ઓનલાઇનથી ઓફલાઇન વાણિજ્ય મંચ તૈયાર કરી રહ્યા છે. તેમાં રિલાયન્સ રિટેલના માર્કેટપ્લેસને જિયોના ડિજિટલ માળખા સાથે જોડી રહ્યા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK