જલ્દી જ 11 ડિજિટનો થઈ શકે છે તમારો મોબાઈલ નંબર, જાણો તમામ માહિતી

21 September, 2019 03:37 PM IST  |  મુંબઈ

જલ્દી જ 11 ડિજિટનો થઈ શકે છે તમારો મોબાઈલ નંબર, જાણો તમામ માહિતી

જલ્દી જ 11 ડિજિટનો થઈ શકે છે તમારો મોબાઈલ નંબર...

TRAI દેશમાં મોબાઈલ ફોન્સની નમ્બરિંગ સ્કીમને બદલવાનો વિચાર કરી રહી છે. રિપોર્ટસ અનુસાર, આ યોજનામાં મોબાઈલ નંબર ફોન્સના આંકડાઓ વધારવા વિશે વિચારી રહી છે. સરળ શબ્દોમાં સમજાવીએ તો, TRAI 10 ડિજિટના મોબાઈલ નંબરને 11 ડિજિટના કરવાનું વિચારી રહ્યું છે. તેની સમીક્ષાની જરૂર એટલા માટે પડી, કારણ કે ટેલિફોન કનેક્શનની માંગ વધી ગઈ છે. TRAIના અનુસાર, દેશમાં કનેક્શન સાથે જોડાયેલી લોકોની જરૂર પુરી કરવા માટે દેશ 2050 સુધીમાં 260 કરોડ નંબર્સની જરૂર પડશે. આ જ કારણે મોબાઈલ નંબરને વધારવાની જરૂર પડશે. ભારતમાં હાલ 120 કરોડ ટેલિફોનના કનેક્શન છે. આ કારણે જ મોબાઈલ નંબરને વધારવાની જરૂર પડશે. ભારતમાં હાલ 120 કરોડ ટેલિફોન કનેક્શન છે. યૂનાઈટેડ નેશનની રિપોર્ટના અનુસાર, 2017માં ભારત ચીનને 160 કરોડની વસતી સાથે પાછળ છોડી દેશે.

ટેલિફોન નંબરની વધતી જતી માંગણીના કારણે TRAIને નંબર્સમાં ડિજિટ વધારવા માટે વિકલ્પ જોવા પડી રહ્યા છે. જણાવી દઈએ કે, 9, 8 અને 7 થી શરૂ થતા મોબાઈલ નંબર્સ પાસે 2.1 બિલિયન કનેક્શનની ક્ષમતા છે. એ સિવાય, 2050 સુધીમાં દેશની માંગને પૂર્ણય કરવા માટે 2.6 બિલિયન વધારાના નંબર્સની જરૂર પડશે. TRAIએ આ મામલે લોકો પાસે મત માંગ્યા છે. આ માટે 21 ઓક્ટોબરની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે.

આ પણ જુઓઃ Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

આ પહેલા 1933 અને 2003માં ભારતે નંબરિંગ પ્લાનની સમીક્ષા કરવામાં આવી હતી. 2003ના નંબરિંગ પ્લાનથી 750 મિલિયન વધારાના ફોન કનેક્શન માટે રસ્તો ખુલી ગયો હતો. એવામાં 450 મિલિયન સેલ્યુલર અને 300 બેસિક લેન્ડલાઈન ફોન્સ હતા. TRAIનું માનવું છે કે નંબરિંગ રિસોર્સિઝને વધતા જતા કનેક્શનની માંગથી ખતરા છે. ફિક્સ્ડ લેન્ડ લાઈન નંબર્સને પણ 10 ડિજિટમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. માત્ર ડેટા વાળા નંબર્સને 10માંથી 13 ડિજિટના કરવામાં આવશે.

trai tech news