વાંધાજનક કંટેંટ પર ટિકટૉકનું કડક વલણ, ભારતમાં હટાવ્યા 60 લાખ વીડિયો

14 April, 2019 05:18 PM IST  |  મુંબઈ

વાંધાજનક કંટેંટ પર ટિકટૉકનું કડક વલણ, ભારતમાં હટાવ્યા 60 લાખ વીડિયો

ટિકટૉકે હટાવ્યા વાંધાજનક કન્ટેન્ટ ધરાવતા વિડીયો

એપ્લિકેશનના માધ્યમથી નાના મનોરંજક વીડિયો બનાવવાની સુવિધા આપનારી કંપની ટિકટૉકે ભારતમાંથી 60 લાખ વીડિયો હટાવ્યા છે. મદ્રાસ હાઈકોર્ટે કેટલાક દિવસો પહેલા જ ટિક ટૉક પર એક મામલાની સુનાવણી કરતા આ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવાનો આદેશ કેન્દ્ર સરકારે આપ્યો છે. કોર્ટેને લાગ્યું હતું કે આ એપ્લિકેશન પર અનેક એવા વીડિયો છે, જે બાળકો માટે યોગ્ય નહીં.

ટિકટૉક કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, "અમે ગયા વર્ષ જુલાઈથી અત્યાર સુધીમાં સામુદાયિક નિયમોનું ઉલ્લંઘન કરતા વીડિયો હટાવી દીધા છે. આ ટિકટૉકે પોતાના ઉપભોક્તાઓને સુરક્ષિત અને સહજ મહેસૂસ કરાવશે. સાથે જ ટિકટૉક સમાજમાં સાચી વસ્તુઓ આપીને તેને સશક્ત કરવાનો પ્રયાસ કરે છે."

હવે ટિકટૉકનો ઉપયોગ 13 વર્ષથી વધુ ઉંમરના બાળકો જ કરી શકશે. આ માટે ટિકટૉકે અલગ ફીચર એડ કર્યું છે. કંપનીનું કહેવું છે કે આ સુરક્ષા માટે વધારાનું પગલું છે જેથી ઓછી ઉંમરના બાળકો તેનો ઉપયોગ ન કરી શકે.

આ પણ વાંચોઃ ભારતમાં ટિકટોક થઈ શકે છે બંધ, હાઈ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ

કંપનીએ આ જાહેરાત ટિકટૉક સુરક્ષા કેન્દ્ર ખોલ્યા બાદ કરવામાં આવી છે. સાથે જ કંપનીએ ધમકીઓ સામે લડવા માટે હિંદી, ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી, તેલુગૂ, તમિલ, કન્નડ, મલયાલમ, ઉડિયા જેવી 10 સ્થાનિક ભાષામાં મદદ માટે પેજ પણ શરૂ કર્યા છે.

tech news