Tiktok ભારતમાં ડેટા સ્ટોર કરવાના વિકલ્પ પર કરી રહી છે વિચાર

22 July, 2019 02:19 PM IST  |  દિલ્હી

Tiktok ભારતમાં ડેટા સ્ટોર કરવાના વિકલ્પ પર કરી રહી છે વિચાર

ભારતમાં ડેટા સેન્ટર ખોલશે ટિકટોક

ભારત સરકારના દેશમાં જ ડેટા સ્ટોર કરવાના નિર્દેશ બાદ હવે ByteDanceની કંપની Tiktok ભારતમાં જ ડેટા સેન્ટર ખોલવાની યોજના બનાવી રહી છે. સ્ટાર્ટ અપ તરફથી મળેલી માહિતી પ્રમાણે કંપની હવે ભારતીય યુઝર્સ માટે દેશમાં જ એક સુરક્ષિત વિકલ્પ પર કામ કરી રહી છે. બાઈટડાન્સને ભારતમાં ડેટા સેન્ટર ખોલવામાં 6થી 18 મહિનાનો સમય લાગી શકે છે. આ ડેટા સેન્ટર શરૂ કરવા પાછળ લગભગ 100 મિલિયન ડોલરનો ખર્ચ થશે. કંપની ભારતમાં આગામી 3 વર્ષમાં 1 બિલિયન ડોલર રોકવાની છે.

ઉલ્લેખનીય છે કે ટિકટોકના હાલ ભક્ત ભારતમાં જ 200 મિલિયન યુઝર્સ છે, જો કે કંપનીને છેલ્લા કેટલાક મહિનામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મિનિષ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોીએ ટિકટોક અને હેલો સામે સવાલ ઉઠાવ્યા હતા. જેમાં કંપની ભારતમાં ડેટા સ્ટોર કરવા ઈચ્છે છે કે નહીં તે સવાલ પણ સામેલ હતો. આ ઉપરાંત કંપની 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ખતરનાક કન્ટેન્ટથી બચાવવા શું પગલાં લેશે તેનો પણ જવાબ મગાયો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે સોમવાર સુધીમાં તેનો જવાબ આપવાનો છે, નહીં તો તેમને પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે મંત્રાલય દ્વારા આ પ્લેટફોર્મ્સને બારતમાં યુઝર્સના કેવા પ્રકારનો ડેટા કલેક્ટ થાય છે તે પણ પૂછવામાં આવ્યું છે. સાથે જ એ પણ સવાલ હોત કે ભારતમાં 18 વર્ષથી નાના બાળકોને સગીર ગણાવાયા છે, તો ટિકટોકનો યુઝ કરવા માટે લઘુત્તમ ઉંમર 13 કયા આધારે રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ Chandrayaan 2: કેમ બસના ટાયર પર સુસુ કરે છે વૈજ્ઞાનિકો, જાણો વિચિત્ર માન્યતાઓ

ત્યારે બાઈટ ડાન્સે કહ્યું છે કે,'ભારત તેમનું સૌથી મહત્વનું માર્કેટ છે. ભારતમાં અમારા પ્લેટફોર્ના લોન્ચ બાદ ભારતીય યુઝર્સનો ડેટા યુએસ અને સિંગાપોરમાં થર્ડ પાર્ટી ડેટા સન્ટરમાં સ્ટોર થાય છે. અમને લાગે છે હવે મહત્વનું પગલું લેવાનો સમય છે.' રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સ્વદેશી જાગરણ મંચે પીએમ મોદીને પત્ર લખ્યા બાદ 17 જુલાઈએ ઓપરેટર્સને નોટિસ મોકલવામાં આવી હતી. આ પત્રમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રાષ્ટ્ર વિરોધી ગતિવિધિમાં ઉપયોગ થતા હોવાનો ઉલ્લેખ હતો.

tech news life and style