ટીકટોક ચાહકો માટે ખુશખબર, ટીકટોક લોન્ચ કરી રહ્યું છે પોતાનો સ્માર્ટ ફોન

11 June, 2019 11:28 PM IST  |  મુંબઈ

ટીકટોક ચાહકો માટે ખુશખબર, ટીકટોક લોન્ચ કરી રહ્યું છે પોતાનો સ્માર્ટ ફોન

ટીક ટોક

યુવાનો અને બાળકો તમામની ફેવરીટ એપ એટલે કે ટીકટોક. ત્યારે હાલમાં જ એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે ટીકટોક પોતાનો જ એક સ્માર્ટ ફોન લોન્ચ કરવા જઈ રહ્યો છે. આ સ્માર્ટ ફોનમાં યુઝર્સને આ તમામ ખાસિયતોનો લાભ મળશે. ટીકટોક કંપનીના માલિક બાઇટડાન્સના સીઇઓ જેન્ગ યિમિંગનુ આ જુનુ સપનું હતુ કે હવે તે પોતાનો એક સ્માર્ટફોન લૉન્ચ કરે.

ચીનની આ કંપનીએ આપી માહિતી
ચીની કંપની અને સ્માર્ટફોન બનાવનારી કંપની Smartisan એ કન્ફોર્મ કર્યુ છે કે, બન્ને કંપનીએ વચ્ચે ડીલ થઇ ચૂકી છે, અને ટુંકસમયમાં તો પોતાનો સ્માર્ટફોન લૉન્ચ કરશે. જો કે આ પહેલા પણ ફેસબુક અને એમેઝોને પણ પોતાના સ્માર્ટ ફોન લોન્ચ કર્યા હતા. એટલે હવે ટિકટૉક પણ પોતાનો સ્માર્ટ ફોન રજુ કરવા જઈ રહી છે.

આ પણ જુઓ : મમતા આચાર્યઃઆ ગુજરાતી ડિમ્પલ ગર્લ ટિકટોક પર છે સુપરહિટ

હવે જામા મસ્જિદમાં Tik Tok પર પ્રતિબંધ ફરમાવ્યો
જામા મસ્જિદમાં હવે Tik Tok પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે. હવે તમે મસ્જિદની અંદર જઈને વીડિયોઝ બનાવી નહીં શકો. આ નિર્ણય બે વિદેશી છોકરીઓના ડાન્સના લીધે લેવામાં આવ્યો છે. આ બન્ને વિદેશી છોકરીઓ મસ્જિદમાં નમાજ પઢવાના કક્ષમાં ડાન્સ કરતા વીડિયોઝ બનાવી રહી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ જામા મસ્જિદમાં Tik Tok પર પ્રતિબંધ લગાવી દીધો છે.

technology news