No Overtime... ઑફિસના કલાક પૂરા થતાં જ કર્મચારીના હાથમાંથી ગાયબ થશે આ વસ્તુ

07 September, 2022 10:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જોવામાં રેગ્યલર માઉસ જેવું જ દેખાશે. પણ, આનો ઉપયોગ તમને ઓવરટાઈમથી બચાવશે. જ્યારે તમારું કામ પૂરું થશે તો આના કાન બહાર આવી જશે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

વર્ક લાઇફ બેલેન્સને મેઇન્ટેન કરવું ઘણીવાર મુશ્કેલ થઈ પડતું હોય છે. પણ, આને સેમસંગે સરળ બનાવવાનો વિચાર કર્યો છે. આથી કંપની Samsung Balance Mouse પર કામ કરી રહી છે, આ તમને ઓવર ટાઇમ કરતા બચાવશે.

અહીં તમને આ વિષયે સંપૂર્ણ માહિતી મળશે. હકિકતે, કંપની એક કૉન્સેપ્ટ માઉસ પર કામ કરી રહી છે. આને જો તમે વધારે કામ કરશો તો આ માઉસ તમારા હાથમાંથી નીકળીને ભાગી જશે. આ કૉન્સેપ્ટ માઉસને એડવર્ટાઇઝિંગ એજન્સી INNORED સાથે મળીને બનાવવામાં આવશે.

જોવામાં લાગે છે સામાન્ય (રેગ્યુલર) માઉસ
આ માટે કંપનીએ ડિઝાઈન સ્ટૂડિયો BKID સાથે પણ પાર્ટનરશિપ કરી છે. આ જોવામાં રેગ્યલર માઉસ જેવું જ દેખાશે. પણ, આનો ઉપયોગ તમને ઓવરટાઈમથી બચાવશે. જ્યારે તમારું કામ પૂરું થશે તો આના કાન બહાર આવી જશે.

આથી તમે ક્લિક નહીં કરી શકો. આની પાછળનો આઇડિયા ખૂબ જ સરળ છે. આ તમારી વર્ક લાઇફ બેલેન્સને સીરિયસ નથી બનાવવા માગતો. વધારે કામ કરનારા લોકો માટે ડેસ્ક પરથી ઉઠવા માટે સતત રિમાઇન્ડર આપતું રહેશે.

એટલે કે આ એક પરફેક્ટ ઑફિસ એક્સેસરીઝની જેમ કામ કરશે. આમાં સેન્સર્સ પણ આપવામાં આવ્યા છે. જો તમે સતત કામ કરતા રહેશો તો આ માઉસ તમારાથી દૂર ભાગી જશે જેથી તમે કામ નહીં કરી શકો. આના વ્હીલ શેલમાંથી બહાર આવી જાય છે.

Samsung Balance Mouse કોરિયામાં થયેલ વર્ક લાઇફ કેમ્પેઇન દરમિયાન ડિઝાઇન કરીને કંપનીએ બતાવ્યું હતું. પ્રૉફેશનના લોકો સાથે ઘણીવાર આ મુશ્કેલી આવતી હોય છે કે તે ઑવરટાઇમ કામ કરે છે અને ઑફિસ પછી બચેલા સમયથી સંતુષ્ટ નથી હોતા.

કોરોના પછીથી વર્ક ફ્રૉમ હોમનું કલ્ચર વધ્યું છે. ઘરેથી કામ કરનારા લોકો ઑફિસ વર્કિંગ કલાકથી વધારે કામ કરે છે. જણાવવાનું કે Samsung Balance Mouse હજી બન્યું નથી. આ માત્ર કૉન્સેપ્ટ છે. તમને આ કૉન્સેપ્ટ કેવું લાગે છે તે અમને જણાવી શકો છો.

technology news tech news samsung