આવી રીતે જાણો તમારું WhatsApp અકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં

25 November, 2019 09:04 AM IST  |  Mumbai

આવી રીતે જાણો તમારું WhatsApp અકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં

તમારું whatsapp નથી થયુંને હેક?

હવે WhatsAppમાં પણ ડેટા લિક થયો હોવાના મામલા સામે આવી રહ્યા છે. દુનિયાભરમાંથી WhatsAppના 1400થી વધારે યુઝર્સ ઈઝરાયલની કંપની NSO Groupએ બનાવેલા સ્પાઈવેરનો શિકાર થયા હતા, જેમાં 21 ભારતીય યૂઝર્સ પણ હતા. આ સિવાય થોડા દિવસ પહેલા વધુ એક બગ સામે આવી હતી જેમાં એમપી4 વીડિયો ફાઈલ્સના માધ્યમથી યૂઝર્સના અકાઉન્ટને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તે બાદ WhatsAppએ પોતાના યૂઝર્સને નવું વર્ઝન અપડેટ કરવાની સલાહ આપી હતી. આ પહેલા પણ યૂઝર્સને મિસ્ડ કૉલ મારીને હેકર્સ અટેક કરી રહ્યા હતા. જેમાં તેઓ યૂઝર્સને અજાણ્યા નંબર પરથી મિસ્ડ કૉલ કરીને સ્પાઈવેર પ્લેસ કરતા હતા અને યૂઝર્સની ખાનગી માહિતી મેળવતા હતા.

ભારતીય કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પૉન્સ ટીમે ભારતીય યૂઝર્સ માટે એડવાઈઝરી જાહેર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારના સાઈબર હુમલાથી બચવા માટે WhatsAppનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરી લો. એવામાં સવાલ એ ઉઠે છે કે જે એપનો આપણે આખો દિવસ યૂઝ કરીએ છે તે સુરક્ષિત છે કે નહીં. એટલે જ અમે તમને કેટલાક સ્ટેપ્સ બતાવીએ છે જેનાથી તમને એ ખબર પડશે કે તમારું WhatsApp સુરક્ષિત છે કે નહીં.

આવી રીતે ચેક કરો એપનું વર્ઝન
સૌથી પહેલા તો એ જુઓ કે WhatsAppનું જે વર્ઝન તમે વાપરી રહ્યા છો તે લેટેસ્ટ છે કે નહીં. જેના માટે તમારે એપમાં જઈને ઉપર બનેલા ત્રણ ડોટ્સ પર ટેપ કરવાનું રહેશે. જે બાદ સેટિંગ્સમાં જઈ હેલ્પમાં જઈ ઈન્ફો પર ટેપ કરશો. જેમાં તમારું વર્ઝન 2.19.274થી નીચેનું છે તો તેને જલ્દી જ અપડેટ કરો.


એપ્લિકેશનને અપડેટ કરવા માટે તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું રહેશે. એ બાદ જેવું તમે તમારી એપમાં સર્ચ કરશો, તેમાં તમને અપડેટ કરવાનો ઓપ્શન મળશે. જેના પર ટેપ કરીને તમે તમારી એપ્લિકેશનને અપડેટ કરી શકો છો.

tech news