WhatsApp યૂઝર્સ આવી રીતે Pegasus અટેકથી પોતાને રાખે સુરક્ષિત

01 November, 2019 02:14 PM IST  |  મુંબઈ

WhatsApp યૂઝર્સ આવી રીતે Pegasus અટેકથી પોતાને રાખે સુરક્ષિત

Pegasus અટેકથી રહો સુરક્ષિત

દુનિયાભરમાં અનેક સ્પાઈવેર સ્કેન્ડલથી પ્રભાવિત મોબાઈલ યૂઝર્સના બાદ વ્હોટ્સએપે પોતાના યૂઝર્સને સુરક્ષિત રહેવાનો ઉપાય બતાવ્યો છે. કંપનીએ સ્પાઈવેર અટેકથી પ્રભાવિત યૂઝર્સને કહ્યું છે કે WhatsAppનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરી લો. સાથે જ ભવિષ્યમાં આવા હુમલાથી બચવા માટે પોતાના મોબાઈલ ઑપરેટિંગ સિસ્ટમને પણ અપડેટ કરો. કંપનીએ એ યૂઝર્સને બે ઉપાયોની જાણકારી મેસેજથી આપી છે જેમનું તેઓને લાગે છે કે તેઓ સ્પાઈવેરથી પ્રભાવિત થયા છે.

આ રીતે રહો સુરક્ષિત
આ બે ઉપાય આ પ્રકારે છે. પહેલો એ કે હંમેશા WhatsAppના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરે. બીજો એ કે યૂઝર્સ પોતાની મોબાઈલ ઑપરેટિંગ સિસ્ટમ હંમેશા અપડેટ રાખો. જણાવી દઈએ કે ઈઝરાયલી ફર્મે ગેરકાયદે WhatsApp સર્વર્સમાં પિગાસસ નામને સ્પાઈવેરનો ઉપયોગ કર્યો હતો. જેમાં લગભગ 20 દેશોના 1400 યૂઝર્સ પ્રભાવિત થયા છે.

વીડિયો કૉલથી થાય છે હુમલો
એપ પર વીડિયો કૉલ દરમિયાન પિગાસસ ફોનના ઑપરેટિંગ સિસ્ટમ પર અટેક કરે છે. જેનાથી હેકર્સના ફોનના મેસેજ, કૉલ્સ અને પાસવર્ડની જાણકારી મળી જાય છે. આ મોબાઈલ ફોનને માઈક્રોફોન બનાવવાનું કામ કરે છે જેનાથી યૂઝર્સની વાત સાંભળી શકાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સ્પાઈવેર રાજનાયિકો, રાજનૈતિક વિરોધીઓ, પત્રકારો અને વરિષ્ઠ સરકારી અધિકારી જેવા લોકોની જાસૂસી કરી રહ્યા છે.

આ પણ જુઓઃ 56 વર્ષે પણ એટલા જ ખુબસૂરત અને જાજરમાન દેખાય છે નીતા અંબાણી

WhatsAppએ યૂઝર્સને કહ્યા સતર્ક
WhatsAppએ આ હુમલાથી પ્રભાવિત થયેલા લોકોની સચોટ જાણકારી આપવાથી ઈન્કાર કર્યો છે. સાથે જ દાવો કર્યો છે કે દરેક પ્રભાવિત યૂઝર્સને તેની જાણકારી આપવામાં આવી છે. WhatsAppએ કહ્યું છે કે તેણે પોતાના સિસ્ટમ્સમાં નવા સિક્યોરિટી પ્રોટેક્શન્સ જોડ્યા છે. સાથે જ લોકોને સુરક્ષિત રાખવા માટે પણ અપડેટ આપી છે.

tech news